દિવાળીના મંગલ ઉત્સવને વધાવવા બેઠકે 'દિવાળી બેઠક' ઉત્સવ મનાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

દિવાળીના મંગલ ઉત્સવને વધાવવા બેઠકે 'દિવાળી બેઠક' ઉત્સવ મનાવ્યો

(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. 05 નવેમ્બર 2018, સોમવાર

બે એરિયામાં ગુજરાતી ભાષાને જીવતી રાખવા, તેનું સંવર્ધન કરવા અને ગુજરાતી ભાષા પ્રેમીઓ ફક્ત વાંચતા જ નહીં પણ કલમ ઉપાડે અને સાહિત્યના સર્જનના કામમાં જોડાય તે માટેના પ્રયત્નો ૨૦૧૨ થી શરૂ થયેલા.

પુસ્તકોના પિરસણીયાના હુલામણા નામથી જાણીતા પુસ્તક પ્રેમી શ્રી પ્રતાપભાઈ પંડયાએ પુસ્તક પરબની શરૂઆત કરેલી. તેમના પુસ્તક પ્રેમ અને સેવા યજ્ઞાને પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઈ, રાજેશ શાહે વધાવી લઈ. બેઠક ના નેજા હેઠળ દર મિહને ગુજરાતી ભાષા સાહિત્યના અલગ અલગ વિષય લઈ, વિવિધતા લાવી મલવાનું શરૂ કર્યું.

''જીવન મને ગમે છે'' તે વિષયને લઇને દિવાળીના મંગલપર્વની ખુશીઓ હૈયે લઈ આવેલા સૌના મનમાં આ વિષયને અનુરૂપ વિચારો રમી રહ્યા હતા અને અવસર હાથ આવેલો હોઇ સૌએ પોતપોતાના વિચારો પોતાની મૌલિક રીતે રજૂ કર્યા.

એક નવતર પ્રયોગ તરીકે બે એરિયાના લેખિકા-કવયત્રી જયશ્રીબેન મરચન્ટના પુસ્તક 'મારો શત્રુ' માંથી જીવનમાં પ્રેરણા મલે તેવા સંવાદોને લઈને બેઠકના સભ્ય બહેનોએ એક સ્ક્રીપ્ટની સુંદર રજૂઆત કરી હતી.




from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PNZ6c1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages