
નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર
ચેન્નઇમાં રમાયેલી ત્રીજી T-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટ હાર આપી ભારતે ત્રણ મેચોની આ સિરીઝમાં 3-0 થી કબ્જો કરી વેસ્ટ ઇન્ડિઝને વ્હાઇટ વોશ કર્યું છે. ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિંગ પસંદ કરી. જેમાં વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં ત્રણ વિકેટના નુંકસાન સાથે 181 રન બનાવ્યા.
જ્યારે ભારત તરફથી શિખર ધવને 62 બોલમાં અણનમ 92 રન બનાવ્યા. જેમાં 2 સિક્સર અને 10 ચોગ્ગા સામેલ છે. જ્યારે ઋષભ પંતે 38 બોલમાં અણનમ 58 રન બનાવ્યા. છેલ્લા બોલ સુધી ચાલેલી આ દિલધડક મેચમાં ભારતે 182 રનના ટાર્ગેટને હાંસલ કરી 3-0થી સિરીઝ પર કબ્જો કર્યો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OG0OHT
No comments:
Post a Comment