અમદાવાદ, રવિવાર
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રભુત્વ વધવા લાગ્યું છે. મહુવા ૧૬.૨ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન હતું. જોકે, બપોરના સમયે ગરમીનું જોર અકબંધ છે અને આજે ૬ શહેરમાં ૩૬ ડિગ્રીથી વધારે સરેરાશ મહત્તમ તાપમાન હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ૧૭ ડિગ્રીની આસપાસ રહેશે.' હાલની સ્થિતિ જોતાં નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ઠંડીમાં વધારો થઇ શકે છે. અમદાવાદમાં ગત રાત્રિએ ઠંડીનો પારો ૧૬.૫ ડિગ્રી અને આજે ગરમીનો પારો ૩૬.૨ ડિગ્રી નોંધાતાં ડબલ સિઝન અનુભવાઇ હતી.
આજે અમદાવાદ, મહુવા ઉપરાંત વલ્લભવિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, દીવ, સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનો પારો ૨૦ ડિગ્રીથી ઓછો નોંધાયો હતો. અમદાવાદમાં ૨૯ નવેમ્બર ૧૯૭૫ના ૮.૩ ડિગ્રી પારો નોંધાયો હતો, જે નવેમ્બરમાં નોંધાયેલી સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ છે.
ક્યાં વધારે ઠંડી?
શહેર ઠંડી
મહુવા ૧૬.૨
અમદાવાદ ૧૬.૫
ડીસા ૧૬.૮
વડોદરા ૧૭.૦
વલસાડ ૧૭.૧
ક્યાં વધારે ગરમી?
શહેર ગરમી
સુરત ૩૭.૨
ભૂજ ૩૭.૦
સુરેન્દ્રનગર ૩૭.૦
મહુવા ૩૬.૮
રાજકોટ ૩૬.૭
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z3mybD
No comments:
Post a Comment