અમદાવાદ, રવિવાર
નૂતન વર્ષ વિક્રમ સંવંત ૨૦૭૫માં લગ્ન કરવા માગતા હોય તેમના માટે શુભ મુહૂર્તના અનેક વિકલ્પ રહેશે. નવા વર્ષમાં લગ્નના ૭૬ શુભ મુહૂર્ત છે. જેમાં મે, જૂનમાં સૌથી વધુ ૧૬-૧૬, જાન્યુઆરીમાં ૧૧, ફેબુ્રઆરી, એપ્રિલમાં ૧૦-૧૦, જુલાઇમાં ૬, માર્ચમાં ૫ અને ડિસેમ્બરમાં ૨ મુહૂર્તનો સમાવેશ થાય છે.
જ્યોતિષવિદેના મતે વિક્રમ સંવત ૨૦૭૫માં લગ્નના સૌપ્રથમ મુહૂર્ત ૧૨ ડિસેમ્બરના છે. ડિસેમ્બર માસમાં ૧૨ અને ૧૩ તારીખ એમ બે દિવસ જ લગ્નના શુભ મુહૂર્ત છે. ૧૬ ડિસેમ્બર ૨૦૧૮થી ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ધનારક કમૂર્તા હોવાથી ત્યારે લગ્નના કોઇ મુહૂર્ત નથી. આ પછી ૧૮ જાન્યુઆરીથી લગ્નસરાનો પ્રારંભ થશે. ૧૩ માર્ચ ૨૦૧૯થી ૨૦ માર્ચ ૨૦૧૯ સુધી હોળાષ્ટક છે અને ત્યારબાદ ૧૭ એપ્રિલથી લગ્નના વિવિધ મુહૂર્ત છે.
૨૦૧૯ના વર્ષમાં ૧૮ જુલાઇથી ૨૧ સપ્ટેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. આ ઉપરાંત ૧૨ જુલાઇથી ૮ નવેમ્બર સુધી ચાતુર્માસને પગલે લગ્નના મુહૂર્ત નથી. આમ, વિક્રમ સંવત ૨૦૭૫માં ૧૨ ડિસેમ્બરથી ૧૧ જુલાઇ સુધી લગ્નના વિવિધ મુહૂર્ત છે.
વિક્રમ સંવત ૨૦૭૫માં લગ્નના શુભ મુહૂર્ત
ડિસેમ્બર : ૧૨, ૧૩. જાન્યુઆરી : ૧૮,૧૯,૨૨,૨૩, ૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૧. ફેબુ્રઆરી : ૧,૮,૯,૧૦, ૧૫,૧૯,૨૧, ૨૨,૨૪, ૨૬. માર્ચ : ૩,૮,૯,૧૦,૧૩. એપ્રિલ : ૧૭, ૧૮,૧૯,૨૦, ૨૨,૨૩,૨૪,૨૬, ૨૭, ૨૮. મે : ૬,૭, ૧૨,૧૪, ૧૫,૧૬, ૧૮, ૧૯,૨૦,૨૧,૨૩, ૨૫,૨૮, ૨૯,૩૦, ૩૧. જૂન : ૪,૮, ૯, ૧૦, ૧૨,૧૩,૧૪, ૧૫,૧૭,૧૯,૨૦,૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૮. જુલાઇ : ૬,૭,૯, ૧૦, ૧૧.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ODJ286
No comments:
Post a Comment