અમદાવાદ, રવિવાર
ઉત્તર ભારતીયો, બિહારીઓના મહાપર્વ છઠ્ઠ પૂજાને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે રૃપિયા ૧૧ કરોડના ખર્ચે કાયમી ધોરણ માટે 'છઠ્ઠ પૂજા ઘાટ' તૈયાર કરવામાં આવ્યો છે, જેનું ૧૩ નવેમ્બરના મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. ૧૩, ૧૪ નવેમ્બર એમ બે દિવસ છઠ્ઠ પૂજા યોજાશે.
ગત વર્ષે છઠ્ઠ પૂજા વખતે મુખ્યમંત્રી રૃપાણી દ્વારા છઠ્ઠ પૂજા ઘાટ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્દિરા બ્રિજ ખાતે તૈયાર કરવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટમાં એકસાથે ૨૫ હજાર લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી એસ.જે. હૈદરે જણાવ્યું હતું કે, 'રાજ્યના પ્રવાસન્ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છઠ્ઠ પૂજા ઘાટ તૈયાર કરાયો છે. આ ઘાટની કુલ લંબાઇ ૩૦૦ મીટર છે અને તેમાં કુંડનો વિસ્તાર ૧૩૮૦ સ્ક્વેર મીટરનો છે. છઠ્ઠ પૂજાના ઘાટ માટે ૧૦ મીટરની ઊંચાઇની એલઇડી પણ રાખવામાં આવી છે. '
છઠ્ઠ પૂજા કરનારાઓ માટે આ ઘાટમાં ચેન્જિંગ રૃમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં ગણેશ વિસર્જન વખતે પણ છઠ્ઠ પૂજાના ઘાટનો ઉપયોગ કરવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ODIC1w
No comments:
Post a Comment