વડોદરાની સિનિયર સિટીઝન મહિલાઓને 'સિંગિંગ દિવાઝ'નું બિરુદ મળ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

વડોદરાની સિનિયર સિટીઝન મહિલાઓને 'સિંગિંગ દિવાઝ'નું બિરુદ મળ્યું

વડોદરા,તા.11 નવેમ્બર,રવિવાર

નેશનલ ટીવીના એક ટેલેન્ટ કાર્યક્રમમાં વડોદરાની સિનિયર સિટીઝન મહિલાઓ ચમકી છે. ૧૭ મહિલાઓના ગુ્રપે જૂના ગીતોની મેલોડી ગાઈને જજને પ્રભાવિત કર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા તેમને 'સિંગિંગ દિવાઝ'નું બિરુદ મળ્યું છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મીનાક્ષીબેને છેલ્લા ૩૦ વર્ષથી સંગીતને પોતાનું જીવન બનાવી લીધું છે. તેઓ ખાસ સિનિયર સિટીઝન મહિલાઓને સંગીતની તાલીમ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, સપના પૂર્ણ કરવા માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી. અમારા ૧૭ મહિલાઓના ગુ્રપે સંગીતની કલા લોકો સમક્ષ લાવવાનું નક્કી કરીનેે નેશનલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

૪૫થી ૬૦ વર્ષની મહિલાઓ ગૃહિણી છે. તેઓ સ્પર્ધામાં ભાગ લેવા છ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આજના સમયમાં લોકો એવું વિચારે છે કે ૪૦ વર્ષ પછી સ્ત્રીઓની જિંદગી પૂર્ણ થઈ જાય છે. પરંતુ સ્ત્રીઓનું ઘર બેસવા માટે જ સર્જન થયું નથી. જો અત્યારે અમારી કલા નહીં દર્શાવીએ તો ક્યારેય અમને તક નહીં મળે. આ ૧૭ મહિલાઓએ અન્ય સિનિયર સિટીઝન મહિલાઓને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટેની રાહ બતાવી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQxnap

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages