વડોદરા,તા.11 નવેમ્બર, રવિવાર
અમેરિકાથી આવતા ભત્રીજાને મુંબઇ લેવા માટે ગયેલા પરિવારના કારેલીબાગ કલ્યાણનગર સોસાયટીના બંધ ઘરમાં ત્રાટકેલી તસ્કર ટોળકી સોના-ચાંદીના ઘરેણાં, ચાંદીના વાસણો અને રોકડ મળી કુલ રૃા.૧૫.૫૬ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. આ સોસાયટીની નજીકમાં આવેલી તિરુપતિ નગર સોસાયટીમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.
કારેલીબાગ વિસ્તારમાં વિઠ્ઠલનગર સોસાયટીની બાજુમાં આવેલી કલ્યાણનગર સોસાયટીમાં રહેતા રમ્યવદન પ્રફુલકુમાર શાહ મધ્યપ્રદેશમાં સરકારી કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે. તા.૯ના રોજ અમેરિકાથી ભત્રીજો આદિત્ય મુંબઇ આવતો હોવાથી રમ્યવદનભાઇ તેમજ ઘરના સભ્યો ઘરને તાળુ મારી મુંબઇ ગયા હતાં. તા.૧૦ના રોજ સવારે તેઓ મુંબઇ પાર્લા (ઇસ્ટ) ખાતે ગેેલેક્સી એક્ઝોટીકમાં આવેલા મકાનમાં હતા ત્યારે ડ્રાયવર ઘનશ્યામનો ફોન આવ્યો હતો અને ઘરના રસોડા તરફનો લોખંડનો ઝાંપો ખુલ્લો છે તેમ કહ્યું હતું.
દરમિયાન રમ્યવદને નજીકમાં વિઠ્ઠલનગરમાં રહેતા સંબંધીના પુત્ર અભિષેકને ઘેર જઇ તપાસ કરવાનું કહેતા અભિષેકે ઘેર પહોચીને તપાસ કરતા ગાર્ડન તરફનો કાચનો લાકડાની ફ્રેમવાળા દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો અને ઘરના બેડરૃમમાં પણ લાકડાના કબાટો તોડી, બોક્સ પલંગનો સામાન વેરવિખેર કરી તસ્કરોએ ચોરી કરી હોવાનું જણાયું હતું. અભિષેકે ચોરીની ઘટનાની જાણ કરતા રમ્યવદનભાઇ મુંબઇથી વડોદરા આવ્યા હતાં અને ઘરમાં તપાસ કરતાં રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણાં, ચાંદીના વાસણો મળી કુલ રૃા.૧૫.૫૬ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
રમ્યવદનભાઇના ઘરની પાછળ તિરુપતિ નગર સોસાયટીના ૨૭ નંબરના મકાનમા રહેતા ભાવેશ અશોકભાઇ પટેલના ઘરના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો જેથી તે ઘરમાંથી પણ ચોરી થઇ હતી જો કે તેઓ બહારગામ હોવાથી કેટલી રકમની ચોરી થઇ તે બહાર આવ્યું નથી. ચોરીના આ બનાવ અંગે રમ્યવદનભાઇ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ddmskx
No comments:
Post a Comment