'અવનિ વાઘણ'ની હત્યાના વિરોધ વન્યજીવપ્રેમીઓએ રેલી યોજી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

'અવનિ વાઘણ'ની હત્યાના વિરોધ વન્યજીવપ્રેમીઓએ રેલી યોજી

વડોદરા, તા.11 નવેમ્બર,રવિવાર

મહારાષ્ટ્રમાં અવનિ નામની વાઘણની હત્યાના પગલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ અવનિ વાઘણની હત્યાના વિરોધમાં વન્યજીવ પ્રેમીઓએ રેલી યોજી હતી.

શહેરના ડેરી ડેન સર્કલ પાસે ૩૦ કરતા વધારે વન્યજીવ પ્રેમીઓએ બપોરના સમયે અવનિ વાઘણની હત્યાના ફોટો સાથે રેલી યોજી હતી. વન્યજીવ પ્રેમી વિશાલ ઠાકુરે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અવની વાઘણે ૧૩ લોકોને મારી નાંખ્યા તેના કોઈ નક્કર પુરવા સાબિત કરી શક્યા નથી તેમ છતાં તેની હત્યા કરી દેવામાં આવી છે. એક તરફ વાઘની સંખ્યા ઘટી રહી છે તો બીજી તરફ તેના રક્ષણને બદલે તેની હત્યા કરાઈ રહી છે.

અનેક રાજ્યોમાં વાઘ જ ટુરિઝમને વેગ આપીને દેશને આર્થિક રીતે મદદરુપ થઈ રહ્યા છે. તેમ છતાં પ્રાણીઓ સાથે માણસો દુર્વ્યવહાર કરી રહ્યા છે. જેમ બાળકો અને સ્ત્રીઓના રક્ષણ અને અધિકાર માટે  લોકો લડી રહ્યા છે તેમ અમે પણ પ્રાણીઓના અધિકાર તેમજ તેમના માટે યોગ્ય નિયમો બને તે માટે લડી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં એક શિકારીએ અવનિ વાઘણની હત્યા કરી નાંખતા તેના ૧૧ મહિનાના બે બચ્ચા અનાથ થઈ ગયા છે. અવનિ વાઘણની હત્યાના પગલે દેશભરના વન્યજીવ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DdQ01s

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages