નવી દિલ્હી, તા.૧૧
ઘરઆંગણે ચાલુ મહિનાના અંતભાગમાં રમાનારા હોકી વર્લ્ડ કપ માટેની ભારતીય મેન્સ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મનપ્રીત સિંઘને કેપ્ટન તરીકે જારી રાખવામાં આવ્યો છે. જોકે કંગાળ ફોર્મના કારણે અનુભવી ખેલાડી રૃપિન્દર પાલ સિંઘને ટીમમાં તક આપવામાં આવી નથી. જ્યારે ફિટનેસને કારણે એસ.વી. સુનિલ અને રમનદીપ સિંઘ જેવા અનુભવીઓ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. ભારતની ગ્રૂપ મેચો 28મી નવેમ્બરથી શરૃ થશે. ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે રમાશે.
સુનિલને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉના ટ્રેનિંગ કેમ્પમાં ઘુંટણમાં ઈજા થઈ હતી. જ્યારે રમનદીપ સિંઘને નેધરલેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન થયેલી ઈજા હજુ સતાવી રહી છે. યુવા ખેલાડીઓ નિલકંઠ શર્મા અને હાર્દિક સિંઘને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળતાં આશ્ચર્ય ફેલાયુ હતુ.
કેપ્ટન મનપ્રીતના ડેપ્યુટી તરીકે ચિન્ગ્લેન્સાના સિંઘને પણ યથાવત્ રાખવામાં આવ્યો છે. હરમનપ્રીત સિંઘ ડ્રેગ ફ્લિકર કમ ડિફેન્ડર તરીકેની જવાબદારી સંભાળશે.
ભારતીય હોકી ટીમ :ગોલકિપર્સ : પીઆર શ્રીજેશ અને ક્રિશન બહાદૂર પાઠક, ડિફેન્ડર્સ : હરમનપ્રીત, બિરેન્દર લાકરા, વરૃણ કુમાર, કોઠાજીત સિંઘ, સુરેન્દેર કુમાર, અમીત રોહિદાસ. મીડફિલ્ડર્સ : મનપ્રીત સિંઘ (કેપ્ટન), ચિન્ગ્લેન્સાના સિંઘ (વાઈસ કેપ્ટન), નિલકંઠ શર્મા, હાર્દિક સિંઘ અને સુમિત. ફોરવર્ડ્ઝ : આકાશદીપ સિંઘ, મનદીપ સિંઘ, દિલપ્રીત સિંઘ, લલિત કુમાર ઉપાધ્યાય, સિમરનજીત સિંઘ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWeFci
No comments:
Post a Comment