અમદાવાદ, રવિવાર
સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ-૧૯૫૪માં સુધારો કરાતા સમગ્ર દેશમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ બનાવી વર્ષ ૨૦૧૧માં અમલમાં આવતા જૂના કાયદા મુજબના પડતરના કેસોના વ્યવહારુ નિકાલ કરવામાં ગુજરાત મોખરે છે. જેના ભાગરૃપે દેશના તમામ ફૂડ સેફ્ટી કમિશ્નરોને ગુજરાતના કેસોની ઝડપી કામગીરીથી માહિતગાર કરવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહના વડપણ હેઠળ અમદાવાદમાં એક દિવસનો વર્કશોપ યોજાયો હતો.
આ વિશિષ્ટ કાયદાકીય રાષ્ટ્રીય તાલીમ વર્કશોપમાં રાજ્યના એડ્વોકેટ જનરલ પકાશ જાની, રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર, ખોરાક-ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી. કોશિયા સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ' રાજ્ય લીગલ વિભાગ, જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ટૂંકા સમયમાં સફળતાપૂર્વક હાથ ધરેલી કામગીરી પ્રશંસનીય છે. રાજ્યના ખાદ્યપદાર્થોના વિતરકો-ઉત્પાદકોમાં વિશ્વાસની ભાવના પેદા થશે. ' ખોરાક-ઔષધ નિયમન તંત્ર ગુજરાત દ્વારા જૂના કાયદા પ્રમાણે પડતર ફોજદારી ૪૩૨૯ કેસના નિકાલ માટે જ્યુડિશિયલ એકેડમી સાથે સહકાર સાધીને રાજ્યભરની કોર્ટમાં ઝુંબેશના ધોરણે કેસના નિકાલ માટે ખાસ પ્રયાસો કરાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z7xHbc
No comments:
Post a Comment