દિવાળી મનાવવા વતનમાં ગયેલા આઇટી ઇન્સ્પેક્ટરના ઘેર ચોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

દિવાળી મનાવવા વતનમાં ગયેલા આઇટી ઇન્સ્પેક્ટરના ઘેર ચોરી

 વડોદરા, તા.11 નવેમ્બર, રવિવાર

છાણીજકાતનાકા વિસ્તારમાં શિવમ ટેનામેન્ટ ખાતે રહેતા આઇટી ઇન્સ્પેક્ટર પરિવાર સાથે દિવાળી મનાવવા વતનમાં ગયા ત્યારે બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ મળી હજારો રૃપિયાની મત્તા ઉઠાવી ગયા  હતાં.

પ્રાપ્ત માહિતિ મુજબ છાણી ટીપી-૧૩ વિસ્તારમાં શિવમ ટેનામેન્ટ ખાતે રહેતા દિપક દોલતરામ મીના ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. દિવાળીના ઉત્સવો અને રજાના દિવસો હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે ઘર બંધ કરી દાહોદ ગયા હતાં અને ગઇકાલે સાંજે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળુ તેમજ ઇન્ટરલોક તુટેલું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. ઘરમાં જઇ તપાસ કરતાં બેડરૃમની તિજોરીનું તાળુ પણ તુટેલું તેમજ સામાન વેરવિખેર જણાયો હતો. આ અંગે તેમણે સોનાની ચેન, મંગળસૂત્ર, રૃા.૧૫ હજાર રોકડ મળી કુલ રૃા.૭૪ હજારની મત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQxouZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages