રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસ મુખ્ય અવરોધ: યોગી આદિત્યનાથ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસ મુખ્ય અવરોધ: યોગી આદિત્યનાથ

નવી દિલ્હી, તા. 11. નવેમ્બર 2018 રવિવાર

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રામ મંદિર નિર્માણ માટે અવરોધ ગણાવી છે. સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છીએ છીએ. અમે અમારી ભાવનાઓનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે બંધારણીય રીતે જે થઈ શકે છે તે કરીશું.

યુપીના CMએ કહ્યુ કે અયોધ્યા રામની જન્મભૂમિ હોવાના કારણે એક વૈદિક મહત્વ છે અને ત્યાં થનાર વિકાસકાર્યોને આ વાતનું ધ્યાન રાખીને કરવામાં આવે. CM યોગી શનિવારે છત્તીસગઢમાં BJPના ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે હાજર રહ્યા હતા.

યોગીએ છત્તીસગઢમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ રામ મંદિરના નિર્માણ માટે મુખ્ય અવરોધ છે. કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા નથી ઈચ્છતી. જે પાર્ટી ભગવાન રામની નથી. તે અમારા માટે કાંઈ કામની નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JVmizn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages