છત્તીસગઢ: ચૂંટણીના એક દિવસ પહેલા નક્સલીઓએ કર્યા 6 સીરિયલ બ્લાસ્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

છત્તીસગઢ: ચૂંટણીના એક દિવસ પહેલા નક્સલીઓએ કર્યા 6 સીરિયલ બ્લાસ્ટ

રાયપુર, તા. 11. નવેમ્બર 2018 રવિવાર

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નક્સલી હુમલાની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાનના 24 કલાક પહેલા નક્સલી હુમલામાં શરૂ થઈ ગયા છે. બીજાપુરના બેદરે થાના ક્ષેત્રમાં સુરક્ષાદળો અને માઓવાદીઓની વચ્ચે મરામારીમાં એક નક્સલીનું મોત થયો છે.

બીજાપુરના SP મોહિત ગર્ગે મારામારીને પુષ્ટી કરી છે. માઓવાદીઓ પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળ્યા છે. સેના અને નક્સલીઓની વચ્ચે મારામારી જારી છે. કાંકેર જિલ્લાના ગોમે અને ગુટ્ટાકાલની વચ્ચે નક્સલીઓ દ્રારા કરવામાં આવેલી 6 સીરિયલ IED ધમાકેમાં એક BSF જવાન ઘાયલ થયો છે.

જાણાકારી મુજબ STF અને DRGના જવાન સર્ચિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલી જવાબી ફાયરિંગ બાદ નક્સલી જગંલમાં ભાગી ગયા હતા.  

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં 12 નવેમ્બરે નક્સલ પ્રભાવિત 18 વિધાનસભા ક્ષેત્રોમાં પહેલા તબક્કાનું મતદાન થશે. પહેલા તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લા બસ્તર, કાંકેર, સુકમા, બીજાપુર, દંતેવાડા, નારાયણપુર કોંદગાંમ અને રાજનાંજગામમાં મતદાન થવાનું છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Dy83jY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages