નવી દિલ્હી, તા. 11. નવેમ્બર 2018 રવિવાર
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રામ મંદિર નિર્માણ માટે અવરોધ ગણાવી છે. યોગીએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છે છે. અમે અમારી ભાવનાઓનું સમ્માન કરીઓ છીએ. તેમણે કહ્યું કે બંધારણીય રીતે જે થઈ શકે છે તે કરીશું.
યૂપીના CM અયોધ્યાની રામ જન્મભૂમિ હોવાના કારણે એક વૈદિક મહત્વ છે અને ત્યાં થનાર વિકાસકાર્યોને આ વાતનું ધ્યાન રાખીને કરવામાં આવે. યોગી શનિવારે છત્તીસગઢમાં BJPના ચૂંટણી ઢઢેરા જાહેર કરતી સમયે હાજર રહ્યા હતા.
યોગીએ છત્તીસગઢમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ રામ મંદિરના નિર્માણ માટે મુખ્ય અવરોધ છે. કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાનું નથી ઈચ્છતી. જે પાર્ટી ભગવાન રામની નથી તે અમારા માટે કાંઈ કામની નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JVmizn
No comments:
Post a Comment