બિહારના સીતામઢીમાં મોબ લિંચિંગ, વૃદ્ધ વ્યક્તિને જીવતા સળગાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

બિહારના સીતામઢીમાં મોબ લિંચિંગ, વૃદ્ધ વ્યક્તિને જીવતા સળગાવ્યો


નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર

બિહારમાં મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. બિહારના સીતામઢીમાં ત્રણ અઠવાડિયા પહેલા થયેલી હિંસામાં એક વૃદ્ધને જીવતા સળગાવવામાં આવ્યા. આ ઘટના બાદ પોલીસના વળણ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ના તો આ મામલે કોઇની ધરપકડ થઇ છે અને ના તો પોલીસને પરીવાર પર ભરોસો, ગુનેગારોને બચાવવાના આરોપો પણ લાગી રહ્યાં છે.

જાણવા મળી રહ્યું છે કે, ગત મહિને હિંસા દરમિયાન ઉન્માદી ભીડ દ્વારા ગળું દબાવ્યું અને તે બાદ ચોકમાં જીવતો સળગાવ્યો. પરીવારને આ ઘટનાની જાણ ત્રણ દિવસ બાદ થઇ. આ હિંસા બાદ સીતામઢીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હત્યાના ત્રણ દિવસ બાદ જ્યારે એક કલાક માટે ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી ત્યારે જૈનુલ અંસારીનો પરીવારજનોને એક વાયરલ ફોટો મળ્યો, જે તેની હત્યાનો હતો.

તેવું કહેવામાં આવી રહ્યું છે કે, વહીવટતંત્રના દબાણને કારણે જૈનુલ અંસારીના પરીવારજનોએ તેનો મૃતદેહ તેના પૈતૃક ગામથી 75 કિલોમીટર દુર મુઝફ્ફરપુરમાં દફનાવવો પડ્યો. બીજી તરફ આ સમગ્ર મામલે સરકારે પરીવારજનોને પાંચ લાખની સહાય કરી છે. પરંતુ પોલીસ હજુ સુધી કોઇ અપરાધીને ઝડપી શકી નથી. આ ઘટનાબાદ બિહારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થઇ રહ્યાં છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DeGJ9h

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages