દિવાળીની રજાઓમાં દમણ સહેલાણીઓની ઉભરાયું:ઉમરગામ-તિથલમાં પણ ભીડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

દિવાળીની રજાઓમાં દમણ સહેલાણીઓની ઉભરાયું:ઉમરગામ-તિથલમાં પણ ભીડ

વાપી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર

પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણમાં દિવાળી વેકેશન અને પાંચ દિવસની જાહેર રજાને કારણે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને દેવકા અને જમ્પોર બીચ પર પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બાળકોએ ઘોડાની સવારી કરી આનંદ લુંટયો હતો. જ્યારે દમણમાં મોટાભાગની નામાંકિત સહિતની હોટલો હાઉસફુલ થઈ ગઈ હતી. ટ્રાફિકની સમસ્યાને લઈ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

સંઘપ્રદેશ દમણમાં કુદરતી સૌંદર્ય અને સસ્તા દારૂને કારણે વેકેશન, વાર-તહેવાર અને વીક એન્ડમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાંથી સહેલાણીઓનો ભારે ધસારો રહે છે. આ વર્ષે દિવાળી વેકેશન અને પાંચ દિવસની જાહેર રજાને કારણે સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડયું છે. દમણમાં નામાંકિત સહિત મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ હતી. સંચાલકોએ સહેલાણીઓને આકર્ષવા વધુ સુવિધા સાથે અનેક પેકેજનું આયોજન કરાયું છે.

ખાસ કરીને દમણના દેવકા અને જમ્પોર બીચ પર લોકોની ભારે ભીડ જામી રહી છે. બીચ પર દારૂના શોખીનો મહેફિલ માણી આનંદ લૂંટી રહ્યા છે. તો નાના નાના ભુલકાઓએ ઘોડેસવારી કરી આનંદ ઉઠાવે છે. મુખ્ય માર્ગો પર વાહનોની ભારે અવર જવરને કારણે ટ્રાફિકની સમસ્યાના નહીં ઉભી થાય તે માટે પોલીસ વિભાગે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ વલસાડના તિથલ બીચ અને જીલ્લાના છેવાડાના ઉમરગામ દરિયા કિનારે પણ લોકોનો ધસારો જોવા મળે છે. રમણીય દરિયા કિનારે નાના બાળકો સહિત લોકોએ પાણીમાં છબછબીયા કરી આનંદ માણ્યો હતો.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AZrYWo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages