- ૨૭ વર્ષીય હવસખોર રાજાસીંગ ચંદેલને લોકોએ ઝડપી મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો
- બનાવના પગલે લોકોમાં ભારે આક્રોશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 નવેમ્બર 2018, રવિવાર
હાલ લિંબાયત વિસ્તારમાં માસુમ બાળકી પર બળાત્કારની ઘટના સામે લોકોનો આક્રોશ ઠંડો પડે તે પહેલાં સચીન પોલીસ મથકની હદમાં એક માસુમ બાળકી પર ૨૭ વર્ષીય યુવાને બળાત્કાર કર્યાની ઘટના બનતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સચીનમાં રહેતી પાંચ વર્ષની બાળકીનું ૧૦ રૂપિયા આપવાની લાલચ આપીને યુવાને અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ બળાત્કારી યુવાનને ઝડપી મેથાપાક ચખાડી પોલીસને સોપી દીધો હતો. શહેરમાં બાળકી પર બળાત્કારનો સીલસીલો ચાલુ રહેતાં પોલીસે પણ ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે.
સચીન જીઆઈડીસીસ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષીય બાળકી ગઈકાલે સાંજે ગુમ થઈ ગઈ હતી. બાળકીના પિતા પાણી પુરી લાવ્યા હોવાથી બાળકીને શોધવા નીકળ્યા હતા. ઘરની આસપાસ છોકરી ન દેખાતા તેઓએ આસપાસના લોકો સાથે મળીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. લોકો ભેગા મળીને રામેશ્વર કોલોની વિસ્તારમાં ઝાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યામાં તપાસ કરવા ગયા હતાં. જ્યાં ૨૭ વર્ષીય રાજાસીંગ ફગુનાસીંને બાળકી સાથે દુષકર્મ કરતાં નજરે પડયો હતો. લોકોએ હવસખોર રાજાસીંગને માર મારીને સચીન પોલીસને હવાલે કરી દીધો હતો.
આ ઘટના એવી રીતે બની કે, સચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની અનિલભાઈની ચાલમાં રહેતા ૨૭ વર્ષીય રાજાસીંગ ફગુનાસીંગ ચંદેલે તેમની નજીર રહેતી પાંચ વર્ષની બાળકીને ૧૦ રૂપિયા આપવાની લાલચ આપી હતી.જેથી માસુમ બાળકી રાજાસીંગ સાથે ગઈ હતી. યુવાનો તેનું અપહરણ કરીને ગભેણી રોડ પર ઘરથી દુર અવારૂ જગ્યામા ંલઈ ગયો હતો. જ્યાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસ ફરિયાદ નોંધીને બાળકીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JXFgp2
No comments:
Post a Comment