પિસ્તોલની ચકાસણી સમયે ગોળી છૂટતા લેબર કોન્ટ્રાક્ટરને પેટમાં વાગી હતી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

પિસ્તોલની ચકાસણી સમયે ગોળી છૂટતા લેબર કોન્ટ્રાક્ટરને પેટમાં વાગી હતી

- ચણોદનો બ્રિજેશકુમાર ઠાકુર શોખ માટે યુપીથી પિસ્તોલ લાવ્યો હતોઃ ભાઈને ગોળી વાગતા બે શખ્સોએ ગોળીબાર કર્યાનું તરકટ રચ્યું હતું

વાપી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર

વાપીમાં ચાર દિવસ અગાઉ લેબર કોન્ટ્રક્ટર પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની ફરીયા બોગસ (ખોટી) હોવાનો પર્દાફાશ  થયો છે. હકીકતમાં શોખ માટે યુપીથી લાવવામાં આવેલી પિસ્તોલની ચકાસણી કરતા સમયે ગોળી છુટી  જતા  ભાઈનાં પેટમાં વાગી હતી. આમ ગેરકાયદ હથિયારોનો ભાંડો  ફૂટી નહીં જાય તે માટે ગોળીબારનું તરકટ ઉભું કરનાર ફરીયાદીને પોલીસે પિસ્તોલ  સાથે ઝડપી લીધો હતો.

વલસાડ ક્રાઈમ બ્રાંચે  મળેલી બાતમીનાં આધારે વાપી વૈશાલી ચાર રસ્તા નજીક  વોચ ગોઠવી હતી. દરિમયાન રોડ પરથી જતાં બાતમી મુજબનાં યુવાનને  અટકાવી પુછપરછ  કરતા પ્રથમ ગોળગોળ જવાબ આપ્યો હતો. બાદમાં કડકાઈથી પુછપરછ કરી અંગઝડતી  લેતા યુવાન પાસેથી  એક પિસ્તોલ, બે મેગ્ઝિન  અને  ૬ જીવતા  કારતુસ મળી આવ્યા હતા.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી બ્રિજેશકુમાર રામસિંગ ઠાકોર (રહે.ચાણોદ-વાપી)ની ધરપકડ કરી ઉદ્યોગનગર  પોલીસને હવાલે કરતા પોલીસે ગુનો નોંધી તપાસ  આદરી છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ શોખ માટે યુપીથી ગેરકાયદેસર હથિયાર લાવ્યો હોવાની  કેફિયત રજૂ કરી હતી.

જોકે. પુછપરછ કરતા દિવાળીનાં દિવસે આરોપી મોટાભાઈ યોગેશ પર બે શખ્સો ગોળીબાર કરી ભાગી ગયાની  ખોટી ફરીયાદ નોંધાવી હોવાનું કબુલ્યું હતું. હિકકતમાં બંને ભાઈઓ પિસ્તોલની ચકાસણી કરતા હતા. તે વેળા ગોળી ફૂટી જતાં યોગેશને  પેટમાં  ગોળી વાગતા  હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગેરકાયદે હથિયારનો ભાંડો ફૂટી નહીં જાય તે માટે ગોળીબારનું  તરકટ ઉભું કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ફરીયાદ નોંધાવી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AYX4gL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages