આજવા રોડ એકતાનગરમાં મકાન માટે વૃધ્ધની હત્યા કરનાર આરોપી પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

આજવા રોડ એકતાનગરમાં મકાન માટે વૃધ્ધની હત્યા કરનાર આરોપી પકડાયો

વડોદરા,તા 11,નવેમ્બર,રવિવાર

આજવા રોડ એકતાનગરમાં મકાન વેચાણ બાબતે થયેલા ઝઘડામાં વૃધ્ધને પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીની બાપોદ પોલીસે ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.


આ અંગેની વિગત એવી છે કે, આજવા રોડ એકતાનગરમાં રહેતા જયંતિભાઇ પરમારનું મકાન રૃપિયા દોઢ લાખમાં વેચાણ રાખવા માટે પાડોશમાં જ રહેતા અશોક ઉર્ફે ડોક્ટર રમણભાઇ સોલંકીએ ઝઘડો કર્યો હતો. અને ગત ૯મી તારીખે રાત્રે જયંતિભાઇ પરમાર પર લોખંડની પાઇપ વડે અશોક ઉર્ફે ડોક્ટર અને તેના બે સાગરિતો આદિ, તેમજ તુષારે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઇનું મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસે આરોપી અશોક ઉર્ફે ડોક્ટરની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી પાઇપ તેમજ હત્યા સમયે પહેરેલા કપડાં પણ કબ્જે લીધા હતાં. અન્ય આરોપીઓને પકડવા માટે તેમજ ગુનાની વધુ તપાસ માટે બાપોદ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PSbCXX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages