વડોદરા,તા.11 નવેમ્બર,રવિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ આશરે ૪૦૯ એમએલડીમાંથી ૩૩૮ એમએલડી ડ્રેનેજનું પાણી સુએજ પ્લાન્ટોમાં ટ્રીટ કરે છે. હજી ૭૧ એમએલડી પાણી ટ્રીટ થતું નથી. વર્ષ ૨૦૫૦માં શહેરની વસ્તી આશરે ૫૫ લાખ થશે ત્યારે વધુ ૫૩૫ એમએલડી પાણી ટ્રીટ કરવાની ક્ષમતા જોઇશે. આ માટે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવવા પડશે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના હદ વિસ્તારનું ક્ષેત્રફળ ૧૫૯ ચો.કિ.મી. જેટલું છે તથા વસ્તી ૨૨.૭૨ લાખ અંદાજિત છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિના આધારે શહેરને ત્રણ ડ્રેનેજ ઝોનમાં વિભાજીત કરાયું છે.
ડ્રેનેજ ઝોન-૧ કે જેમાં વિશ્વામિત્રી નદીની પૂર્વ તરફ તથા વિશ્વામિત્રી - ડભોઇ બ્રોડગેજ રેલવે લાઇનની દક્ષિણ તરફનો વહીવટી વોર્ડ નં.૪ તથા ૧૨નો વિસ્તાર આવરી લીધો છે. ડ્રેનેજ ઝોનમાં હાલમાં ૪.૯૦ લાખ વસ્તી છે અને ૮૮.૨૫ એમએલડી (મિલિયન લિટર પર ડે) સુએજ ફલો પેદા થાય છે. ૨૦૫૦માં વસ્તી ૧૫.૪૧ લાખ થશે અને ડ્રેનેજ સુએજ ફલો ૨૭૭.૫૦ એમએલડી થશે. આ ઝોનમાં હાલ સુએજ શુધ્ધિકરણ માટે તરસાલી ખાતે એક માત્ર બાવન એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ છે. હાલમાં જ ૩૬.૨૫ એમએલડી ક્ષમતાની ઘટ છે. વર્ષ ૨૦૫૦ની દ્રષ્ટિએ ૨૨૫.૫ એમએલડી ક્ષમતાની ઘટ પડશે.
ડ્રેનેજ ઝોન-૨ કે જેમાં વિશ્વામિત્રી નદીની પૂર્વ તરફ વિશ્વામિત્રી-ડભોઇ બ્રોડગેજ રેલવે લાઇનની ઉત્તર તરફ તેમજ વિશ્વામિત્રી નદીની પૂર્વ તરફના વહીવટી વોર્ડ નં. ૧, ૨, ૩, ૫, ૭ (ભાગ) ૮ તથા ૯નો વિસ્તાર આવરી લીધો છે. આ ડ્રેનેજ ઝોનમાં હાલ ૯.૯૩ લાખ વસ્તી છે અને ડ્રેનેજનો ૧૭૮.૯૧ એમએલડી ફલો પેદા થાય છે. વર્ષ ૨૦૫૦માં ૨૧.૦૧ લાખ વસ્તી થશે અને ડ્રેનેજ ફલો વધીને ૩૭૮.૨૮ એમએલડી થશે. આ ઝોનમાં હાલમાં સુએજ શુધ્ધિકરણ માટે ગાજરાવાડી ખાતે ૬૬ એમએલડી, કપુરાઇ ખાતે ૪૩ એમએલડી, સયાજીગાર્ડન પાસે ૮.૫ એમએલડી (જેને અપગ્રેડ કરીને ૧૬ એમએલડી કરાશે) રાજીવનગર ખાતે ૭૮ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અસ્તિત્વમાં છે. કપુરાઇ ખાતે નવો ૬૦ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બની રહ્યો છે. હાલમાં આ ઝોનમાં સુએજ શુધ્ધિકરણની ક્ષમતા પૂરતી છે. વર્ષ ૨૦૫૦માં ૧૨૩.૧૮ એમએલડી ક્ષમતાના એસટીપીની ઘટ પડશે.
ડ્રેનેજ ઝોન-૩ માં વિશ્વામિત્રી નદીની પશ્ચિમ તરફના વહીવટી વોર્ડ નં. ૬, ૭ (ભાગ), ૧૦ તથા ૧૧નો વિસ્તાર આવરી લીધો છે. આ ડ્રેનેજ ઝોનમાં હાલ ૭.૮૭ લાખ વસ્તી છે અને ડ્રેનેજ ફલો ૧૪૧.૮૩ એમએલડી પેદા થાય છે. વર્ષ ૨૦૫૦માં ૧૯.૧૨ લાખની વસ્તી થશે ત્યારે ફલો વધીને ૩૪૪.૩૧ એમએલડી થશે. આ ઝોનમાં હાલ છાણી ખાતે ૨૧, અટલાદરા ખાતે ૪૩ એમએલડી ક્ષમતાના બે એસટીપી છે. અત્યારની સ્થિતિમાં જ ૩૪.૮૩ એમએલડી ક્ષમતાના એસટીપીની ઘટ છે. અમૃત યોજના હેઠળ છાણી ખાતે ૫૦ એમએલડી ક્ષમતાનો નવો પ્લાન્ટ બનશે. ૨૦૫૦માં ૧૮૭ એમએલડી ક્ષમતાના એસટીપી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની ઘટ પડશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Dh3WrB
No comments:
Post a Comment