વડોદરા,તા.11 નવેમ્બર,રવિવાર
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ-૨૦૫૦ સુધીના વિકાસને ધ્યાનમાં રાખીને ડ્રેનેજની સુવિધા મજબૂત બનાવવા અને નેટવર્ક સુધારવા માટે કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે.
નવા પ્લાન્ટ બનાવવા માટે કોર્પોરેશન વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી એનઓસી મળી શકે તેમ નથી, એટલું જ નહીં જમીન પણ ઉપલબ્ધ નહીં હોવાથી મળી શકે તેમ નથી. જેના કારણે વુડા વિસ્તારની જમીન મેળવવાની આવશ્યકતા ઊભી થઇ છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં તાજેતરમાં સમગ્ર સભા મળી હતી જેમાં કોર્પોરેશન અને વુડા વિસ્તારમાં ફાળવવામાં આવનાર જમીનમાં કોર્પોરેશન તથા વુડા વિસ્તાર માટે જરૃર જણાય તે પ્રમાણે સંયુક્ત પણે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપિંગ સ્ટેશનો બનાવવા અને સુઅરેજ નેટવર્ક નાખવા અંગે દરખાસ્ત મંજૂર કરાઇ હતી. વુડા અને કોર્પોરેશન બંને સાથે મળીને ૫૦-૫૦ ટકા ખર્ચ ઉઠાવશે. પ્લાન્ટના સંચાલન અને નિભાવણીના ખર્ચની વહેંચણી થશે. કોર્પો. વિસ્તારમાં જમીન ફાળવાય તો જમીનની કિમતનો ખર્ચ કોર્પો.એ અને વુડા વિસ્તારમાં ફાળવાય તો જમીનની કિંમતનો ખર્ચ વુડા ભોગવશે. પ્લાન્ટનો ખર્ચ, નેટવર્ક માટે કોમન લાઇન કે જે લાઇનના નેટવર્કમાં બંનેનું પાણી વહેશે તેનો તમામ ખર્ચ બંને સંસ્થા ૫૦-૫૦ શેરીંગ ધોરણે કરશે. સરકારી ગ્રાન્ટ પેટે કોઇ કામ થશે તો કોર્પો.એ જે ફાળો ભોગવવાનો થશે તેના અડધા-અડધા શેરીંગ ધોરણે બંને ભોગવશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQxp21
No comments:
Post a Comment