લોસ એન્જેલસમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની ઉજવણી થઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 November 2018

લોસ એન્જેલસમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની ઉજવણી થઈ

બે એરિયા, તા. 05 નવેમ્બર 2018, સોમવાર

લોસ એન્જેલસમાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટિ તથા જોય ઓફ શેરિંગના અનુક્રમે ૩૧ ઓકટો, ૨૦૧૮ના રોજ સનાતન ધર્મ મંદિરમાં ભારતનાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જયંતિ ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવાઇ હતી.

શ્રી બી.યુ. પટેલ તથા પ્રો. કેશવલાલ પટેલે સૌ આમંત્રિતો અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશભાઇ પુરોહિતે સંભાળ્યું હતું.

સમગ્ર ભારતમાં રાષ્ટ્રિય એકતા દિવસ તરીકે ઉજવાતા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજ રૂપાણીએ સંદેશ પ્રો. કેશવલાલે વાંચી સંભળાવ્યો હતો.

અંજુ ગર્ગ (ગોપીઓ), અનિલ પટેલ, પ્રો. કેશવ પટેલ, જવાહર શાહ (ગુજરાતી સોસાયટી), ડૉ. અમૃત નહેરૂ, ડૉ. મનોરમા ગ્લોબલ પીસ, અમૃત ભંડારી (લાયન્સ કલબ), બાબુભાઈ ગાંધી, નિતિન ગુપ્તા વિ. એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણાસભર પ્રસંગો યાદ કરી પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AYmU4H

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages