
અમદાવાદ, શુક્રવાર
ઇસનપુરમાં રહેતી મહિલાને પરિણીત પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલાને તું મને બહુ ગમે છે, તારા વગર નહીં રહી શકું એટલું જ નહીં પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને મહિલાને અલગ અલગ હોટલમાં લઈને જઈને શારીરિક સુખ માણ્યું હતું. મહિલાએ કંટાળીને સંબંધ કાપી નાંખતા આરોપીએ મહિલા સાથેના અંગત ફોટા પતિ અને સગાને મોકલવાની તથા મહિલાના પિતાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fe6WObJ
No comments:
Post a Comment