
AMC East Zone Estate Ground Report : અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં મ્યુનિસિપલ ઇલેક્ટ્રિક પોલને આખેઆખો ચણી લેવાની ગેરરીતિમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને નાછૂટકે શો-કોઝ નોટિસ ફટકારી તંત્રએ આબરૂ બચાવવાનો ધમધમાટ કર્યો, ત્યાં જ પૂર્વ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ (TDO) વિભાગની કામગીરી સામે સવાલ ઉદ્ભવે તેવી અને તેનાથી પણ મોટી અને ગંભીર ગેરરીતિ સપાટી પર આવી છે. પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની આગવી કથિત 'nexus'એ સાબિત કરી દીધું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોટિસ બજાવ્યા બાદની 'સીલ' મારવાની પ્રક્રિયા માત્ર વહીવટી સંતોષ અને જનતાની આંખમાં ધૂળ નાખવાનું નાટક માત્ર છે!
ઓઢવ જી.વી.એમ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7fS0dI4
No comments:
Post a Comment