
ત્રીજા પક્ષની દખલગીરી માન્ય નથી : નેપાળ
લિપુલેખ વિસ્તારમાંથી કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગ અંગે નેપાળે વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે નેપાળે મોટો રાજદ્વારી વળાંક લીધો છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે રવિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કાઠમંડુ ભારત સાથેના તમામ સરહદી વિવાદોને કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરી વિના માત્ર પ્રવર્તમાન દ્વિપક્ષીય માધ્યમો દ્વારા જ ઉકેલવા માંગે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'જ્યારે બંને પક્ષો ખુલ્લા દિલ, તાર્કિક મન અને પરસ્પર સન્માન સાથે ટેબલ પર બેસે છે, ત્યારે કોઈ પણ સમસ્યા એટલી મોટી કે જટિલ હોતી નથી કે જેનો ઉકેલ ન આવી શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZKfEpQU
No comments:
Post a Comment