કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 June 2026

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી


Gujarat Railway Project 2026 : ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલ સેક્શન (49 કિલોમીટર)ના ડબલિંગ (બેવડી લાઇન)ના કામને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છ રેલવે લાઈનનું નેટવર્ક વધુ મજબૂત બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, 'આ પ્રોજેક્ટ નેટવર્ક ક્ષમતાના વિસ્તરણ માટે સ્વીકૃત કરવામાં આવ્યો છે. વ્યાપારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલ સેક્શનના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ કનેક્ટિવિટી અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે.'



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iuYm47y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages