
Ahmedabad Jagannath Rath Yatra 2026 Preparations: વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મધ્ય ઝોનના વિવિધ વિભાગોએ વ્યાપક આયોજન હાથ ધર્યું છે. રથયાત્રાના સમગ્ર 13થી વધુ કિલોમીટર લાંબા રૂટ પર માર્ગ સુવિધા, ડ્રેનેજ, આરોગ્ય, લાઇટિંગ, ફાયર સેફ્ટી, એસ્ટેટ અને સફાઈ સહિતના તમામ પાસાઓને આવરી લેતી કામગીરી પૂર્ણતાના આરે છે.
ઇજનેર વિભાગ દ્વારા રસ્તા અને ડ્રેનેજ મરામત
ઈજનેર વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જલયાત્રાને ધ્યાનમાં રાખીને જગદીશ મંદિરની ચાલીથી સોમનાથ ભુદરના આરા સુધીના રૂટ પર 1,600 ચોરસ મીટર રોડ રીસરફેસિંગ અને 62 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય 13થી વધુ કિલોમીટર રૂટ પૈકી 1,800 મીટર લંબાઈમાં રોડ રીસરફેસિંગ, 390 ચોરસ મીટર રોડ પેચવર્ક, 1,290 રનિંગ મીટર નવી ફુટપાથ તેમજ 540 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી હાથ ધરાઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/haIW839
No comments:
Post a Comment