
અમદાવાદ, સોમવાર
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બે મિત્રો ગઇકાલે મધરાતે બાઇક લઇને રિવરફ્રન્ટ તરફ ફરવા જઇ રહ્યા હતા, ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં નડેલા એક ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પડોશમાં રહેતા મિત્રો રિવરફ્રન્ટ ફરવા નીકળ્યા હતા
નવા નરોડામાં ફ્રૂટ માર્કેટ પાસે આવેલી ચાલીમાં રહેતા એક યુવકે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઇકાલે મોડીરાતે ફરિયાદી યુવક જ્યારે ચાલીની બહાર ચા પીવા નીકળ્યો ત્યારે તેને પડોશમાં રહેતો તેનો મિત્ર મળ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oe4PaAM
No comments:
Post a Comment