
Looteri Dulhan Arrest, Ahmedabad : બીજા લગ્નની આશા રાખતા મોટી ઉંમરના અને બીજવર પુરુષોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી એક 'લૂંટેરી દુલ્હન' અને તેની ગેંગને અસલાલી પોલીસની ટીમે ઝડપી છે. ધોળકા અને બરોડાના સાગરીતો સાથે મળીને કામ કરતી આ મહિલા બીમાર પિતાના નામે સહાનુભૂતિ મેળવી, માત્ર ફૂલહારથી લગ્ન કરી અને શારીરિક સંબંધોથી બચવા વ્રતના બહાના કાઢીને પૈસા લઈને ફરાર થઈ જતી હતી. છેલ્લા બે વર્ષમાં 5થી 6 લોકોને શિકાર બનાવનાર આ ચાલાક મહિલાને પકડવા માટે સતત એક મહિનાની મહેનત બાદ પોલીસે છેવટે ડમી ગ્રાહક બનીને છટકું ગોઠવવું પડ્યું હતું. મહત્વનું છે કે, આ લૂંટેરી દુલ્હન શારદા બાબુભાઈ ગામીત સામે ગત 30 જાન્યુઆરીના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
લગ્નના નામે લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ઝડપાઈ
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/X6sqpZQ
No comments:
Post a Comment