ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 18 April 2026

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી

અમદાવાદ, શનિવાર

ભાવનગરની  ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડની  સિસ્ટમ સાયબર ક્રિમીનલ દ્વારા હેક કરીને બેંકના ચાર બેંક એકાઉન્ટમાં  ખાતાધારકોના મોબાઇલ નંબર બદલીને અન્ય મોબાઇલ નંબર એક્ટીવ કર્યા બાદ તેમાં છેતરપિંડીથી આવેલા ૭.૩૪ કરોડ રૂપિયાની માતબર રકમની હેરફેર કરવાના મામલે સ્ટેટ સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરીને એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.  સુત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં બેંક તેમજ બેંકમાં સોફ્ટવેર સર્વિસ પુરી પાડનાર એજન્સી સાથે સંકળાયેલા લોકોની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની હતી. 

ભાવનગરમાં આવેલી ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેકના મુખ્ય ગણાતા કોર બેંકીંગ સર્વિસ સોફ્ટવેરની અંદર રહેલી કેટલીક ટેકનીકલ ખામીઓનો ગેરફાયદો ઉઠાવીને કોમ્પ્યુટરની સિસ્ટમ હેક કરીને બેંકના ખાતેદારોના ચાર બેંક એકાઉન્ટમાં રહેલા મોબાઇલ નંબર બદલીને તે બેંક એકાઉન્ટમાં  ઓનલાઇન છેતરપિંડીથી આવેલા ૭.૩૪ કરોડ જેટલા નાણાં જમા કરાવીને તે નાણાં દેશના અલગ અલગ ૧૩૪ જેટલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ તે નાણાં બ્લોક ચેઇનની મદદથી ક્રિપ્ટો દ્વારા વિદેશમાં લઇ જવાના કિસ્સામાં સ્ટેટ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને ઉંડાણ પૂર્વક તપાસ કર્યા બાદ એક મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XuYVkHB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages