અમદાવાદ,રવિવાર
શહેરના એસપી રીંગ રોડ પર આવેલા રામોલ ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પેન્સીલના પાવડરની આડમાં લઇ જવામાં આવી રહેલા રૂપિયા ૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા પટીયાલાથી દારૂનો જથ્થો ભરાવીને ખેડા સુધી લઇ જવાની સુચના આપવામાં આવી હતી. સાથેસાથે આ પહેલા પણ તે એક કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ લાવી ચુક્યો હતો. આ અંગે એસએમસીએ વધુ તપાસ શરૂ કરી છે.
પંજાબના પટીયાલાથી એક બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રીંગ રોડ પરથી અસલાલી તરફ લઇ જવામાં આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારી આર જી ખાંટને મળી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pKdtErY
No comments:
Post a Comment