માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 12 April 2026

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા

અમદાવાદ,રવિવાર

શહેરના વટવામાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા આતંક ફેલાવવાની ઘટના બને છે. ત્યારે સોશિયલ મિડીયામાં વધુ એક ઘટના વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. જેમાં છ માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને યુવકના ઘરના દરવાજા પર તલવારના ઘા મારીને ભયનો માહોલ ફેલાવ્યો હતો.  આ અંગે વટવા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

 વટવામાં આવેલા ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા સિનિયર સિટીઝન આબીદાબાનું શેખ શનિવારે ઘરની બહાર હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tfC0ngY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages