
બે વિરોધાભાસી ચાર્જશીટને લીધે આ કેસ ડેડ એન્ડ પર ઃ હાઈકોર્ટ
એટીએસએ અગાઉ ઝડપાયેલાં નવ મુસ્લિમ આરોપીનાં કાવતરાંની સંપૂર્ણ વિગતો આપી હતી તે અવગણી એનઆઈએએ નવી વાર્તા ઘડી કાઢી
મુંબઈ - ૩૧ લોકોનો ભોગ લેનારા ૨૦૦૬ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં ચાર આરોપીઓને નિર્દોષ છોડતાં બોમ્બે હાઈકોર્ટે અગાઉ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા હાથ ધરાયેલી તપાસના પુરાવાઓને સંપૂર્ણપણે અવગણવા બદલ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે આ કેસમાં બે જુદી જુદી તપાસ એજન્સીઓએ રજૂ કરેલી તદ્દન વિરોધાભાસી ચાર્જશીટ્સના કારણે આ સમગ્ર કેસ એક ડેડ એન્ડ પર પહોંચી ગયો છે.
હાઈકોર્ટે ગઈકાલે ચાર આરોપીઓ રાજેન્દ્ર ચૌધરી, ધન સિંહ, મનોહર રામ સિંહ નરવરિયા અને લોકેશ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા અને નોંધ કરી હતી કે આ કેસમાં ટ્રાયલ માટે પૂરતા પુરાવા નથી. આ કેસનો વિસ્તૃત ચુકાદો હવે ઉપલબ્ધ થયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bgRZSUs
No comments:
Post a Comment