અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 30 April 2026

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો


Ahmedabad News: અમદાવાદના નારોલમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા એક જ પરિવારના સભ્યો પર ચાર શખસોએ ભેગા મળીને લાકડાના દંડા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતના મામલે વચ્ચે પડવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસોએ મહિલા અને તેની બહેનો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પોલીસે તેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ફરિયાદ નોંધાવનાર 40 વર્ષીય હુસેનાબાનુ સલીમખાન ઉસ્માનગની પઠાણ છે, જે નારોલના ગ્રીન પાર્ક પાસે આવેલા બાગેશીફા રો-હાઉસમાં પોતાના પરિવાર સાથે રહે છે. હુસેનાબાનુ ગૃહિણી છે અને તેમના પતિ રિક્ષા ચલાવી પાંચ પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rc5kYaX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages