અમદાવાદ,રવિવાર
ગાંધીનગર જિલ્લાના મોટી સિંહોલીમાં રહેતા આર્મીના નિવૃત જવાનને રોકાણ પર વળતર આપવાની લાલચ આપીને બચતના ૩૦ લાખ જેટલી રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર રેંજ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. ૩૦ લાખના રોકાણ પર ૪.૯૩ કરોડનો નફો દર્શાવીને તે નાણાં મેળવવા માટે બીજા ૨૫ લાખની માંગણી કરવામાં આવતા આર્મીના જવાનને છેતરાયાની જાણ થઇ હતી.
ગાંધીનગર જિલ્લાના મોટી સિહોલીમાં આવેલા એલીગન્સ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા પરૂપુ સિગાતાપુ આર્મીમાં નિવૃત થયા હતા. થોડા દિવસો પહેલા તેમને અજાણ્યા વોટ્સએપ નંબરથી કોલ આવ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7BQMUf0
No comments:
Post a Comment