અમદાવાદ,સોમવાર
શહેરના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર -૧ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા યુવક અને યુવતીઓ દ્વારા દારૂ પીને ધમાલ કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોએ મેસેજ કરતા વેજલપુર પોલીસે દરોડો પાડયો હતો. આ અંગે ૧૦ યુવક યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે સૌથી ચોંકાવનારી બાબત સામે આવી હતી કે શ્રીનંદનગર-૪ એપાર્ટમેન્ટમાં રહેતા લધુમતી કોમના યુવકો પણ ઝડપાયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર-૧ એપાર્ટેન્ટના એફ બ્લોકમાં કેટલાંક ભાડેથી રહેતા લોકો દારૂ પીને ધમાલ કરતા હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FC04k82
No comments:
Post a Comment