ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસે પેરાલ પર આવેલા શખ્સો દ્વારા તોડફોડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 31 March 2026

ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસે પેરાલ પર આવેલા શખ્સો દ્વારા તોડફોડ

અમદાવાદ, મંગળવાર

બાપુનગરમાં જેલમાંથી પેરોલ ઉપર આવેલા શખ્સોને વૃદ્ધના પુત્રએ ખર્ચના રૃપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો જેને લઇને મધરાતે આવેલા ચાર લોકોએ વૃદ્ધને પાઇપના ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા  હતા અને  ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસ બહાર તથા વાહનોમાં પણ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તમારો પુત્ર ક્યાં છે  તેની પાસે ખર્ચના રૃપિયા લેવાના છે કહી હુમલો કરીને  વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ઃ બાપુનગર પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

બાપુનગરમાં ગાયત્રી મંદિર પાસે  રહેતા વૃદ્ધે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા જીગર પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ વર્ષ પહેલા તેમના દિકરાની પત્નીએ આપઘાત કર્યો હતો. તેમાં પુત્ર પર કેસ થતા તે પાંચ  વર્ષ પહેલા સેન્ટ્રલ જેલમાં ગયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SfwYyB0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages