અમદાવાદ, સોમવાર
ગીતા મંદિર પાસે ભુલાભાઇ ચાર રસ્તા પાસે એએમટીએસ બસની આગળ કોઇ કારણ વિના રિક્ષા ઉભી રાખી હતી અને ડ્રાઇવર સાથે તકરાર કરી હતી. જ્યાં ટોળું ભેગું થતા અજાણ્યા ત્રણ શખ્સોએ ડ્રાઇવરને મારમારીને બેટથી બસના કાચની તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ત્રણ લોકો સામે ગુનોે નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભુલાભાઇ ચાર રસ્તા પાસે બસની આગળ રિક્ષા ઉભી કરતા બસના ડ્રાઇવર સાથે તકરાર થઇઃ કાગડાપીઠ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વટવામાં રહેતા અને એએમટીએસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો એએમટીએસ બસનો રુટ વિનોબા ભાવેનગરથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hMTEKNU
No comments:
Post a Comment