અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 24 March 2026

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ


Ahmedabad Fire News: અમદાવાદના મણીનગર વિસ્તારમાં સુમેળ-1 કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં આજે(24 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના C-બ્લોકમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાછળ ડક્ટ લાઈનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને લગભગ 10 જેટલી દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા 4 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે મોટી રાહતના સમાચાર છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NzM6fFO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages