આદિપુરુષના નવાં ટ્રેલરમાં વીએફએક્સમાં સુધારો થયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 9 May 2023

આદિપુરુષના નવાં ટ્રેલરમાં વીએફએક્સમાં સુધારો થયો


- સૈફના રાવણ લૂકને હજુ પણ છૂપાવાયો

- ટ્રેલર સત્તાવાર રીલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું

મુંબઇ : બહુ રાહ જોવડાવ્યા પછી ફિલ્મ આદિપુરુષનું નવું ટ્રેલર રીલીઝ કરાયું હતું. જોકે, સત્તાવાર રીલીઝના થોડા સમય પહેલાં જ તે સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું હતું. નવાં ટ્રેલરમાં અગાઉનાં ટીઝરની સરખામણીએ વીએફએક્સમાં સુધારો થયો હોવાનું નેટ યૂઝર્સ દ્વારા જણાવાયું હતું. 

અગાઉ હૈદરાબાદ અને બાદમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં આ ટ્રેલર રીલીઝ કરાયું હતું. . રામાયણ આધારિત ફિલ્મમાં ભગવાન રામનો વનવાસ, સીતાનું અપહરણ, હનુમાનજી દ્વારા સીતાની શોધ તેમજ છેલ્લે અંતમાં રાવણની ડરામણી ઝલક જોવા મળે છે. જોકે, સૈફ અલી ખાનને સીતાનું અપહરણ કરવા આવતા સાધુના વેશમાં અને બાદમાં છેલ્લે તેનીડરામણી આંખો જ દેખાડવામાં આવી છે. અગાઉ, સૈફના રાવણના લૂક બાબતે વિવાદ થયો હોવાથી આ ટ્રેલરમાં તેનો સંપૂર્ણ લૂક દર્શાવવાનું ટાળવામાં આવ્યું છે. 

અગાઉના ટીઝરમાં ફિલ્મનાં નબળાં વીએફએસની બહુ જ ટીકા થઈ હતી. તે પછી સર્જકોએ કબૂલ્યું હતું કે વીએફએક્સમાં ઘણા સુધારાની જરુર છે. હવે ટ્રેલરમાં આવો સુધારો થયાનું જણાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DkRlMHq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages