પ્રેમ પ્રકરણ મુદ્દે સસરા જમાઇ ઉપર પડોશીનો તલવાર, પાઇપથી હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 May 2023

પ્રેમ પ્રકરણ મુદ્દે સસરા જમાઇ ઉપર પડોશીનો તલવાર, પાઇપથી હુમલો

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતની તકરારમાં ઘાતક હથિયારોથી હુમલાના બનાવો વધી રહ્યા છે, વટવામાં પ્રેમ પ્રકરણ મુદ્દે સસરા તથા જમાઇ ઉપર પડોશી દ્વારા તલવાર તથા લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર નજીક સસરા-જમાઇ વાત કરતા હતા યુવતીના સગાએ બહુ ગરમી ચડી છે કહી તલવાર પાઇપથી હુમલો કરી આરોપીઓ નાસી ગયા

આ કેસની વિગત  એવી છે કે વટવા વિસ્તારમાં રહેતા યુવકે પડોશમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે જમાઇને લગ્ન પહેલા એક યુવતી સાથે મિત્રતા હતા જેને લઇને પડોશીઓ દ્વારા અવાર નવાર તકરાર કરવાની કોશિષ કરતા હતા. ગઇકાલે  રાત્રે સસરા અને જમાઇ પોતાના મકાન પાસે ઉભા રહીને વાતચીત કરતા હતા. આ સમયે આરોપીએ આવીને તેમે અમારી વાતો કરો છો કહીને તકરાર કરી હતી અને તેમને બહુ ગરમી ચઢી છે કહીને ધમકી આપી હતી  અને થોડીવાર રહીને તલવાર તથા લોખંડની પાઇપ લઇને આવ્યા હતા.

બન્ને આરોપીએ સસરા અને જમાઇ પર તલવાર તથા પાઇપથી હુમલો કર્યો હતો અને  સસરા તથા જમાઇને ગંભીર રીતે  ઘાયલ કરીને  આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ બન્ને સારવાર  માટે પ્રથમ એલ.જી. હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PzApMsm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages