શાહરુખે વાનખેડેને આજીજી કરી હતી, મારા દીકરાને ઘરે મોકલી દો, જેલમાં ન રહેવા દો, એ ભાંગી પડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 May 2023

શાહરુખે વાનખેડેને આજીજી કરી હતી, મારા દીકરાને ઘરે મોકલી દો, જેલમાં ન રહેવા દો, એ ભાંગી પડશે


વાનખેડેએ પોતે આર્યન સાથે સારો વ્યવહાર કરવાનું પુરવાર કરવા ટાંકેલી ચેટ લીક થઈે

એક બાપ તરીકે તમારી પાસે ભીખ માગું છું, મારી અને મારા પરિવારની દયા ખાઓ, ભગવાન તમારું ભલું કરશે, અમારો પરિવાર વિખેરાઈ જશેઃ સુપરસ્ટાર બાપે હાથ જોડીને વારંવાર કાકલૂદીઓ કરી

મુંબઈ :  'એક બાપ તરીકે તમારી પાસે ભીખ માગું છં, એને જેલમાં રહેવા ન દેતા, એ ભાંગી પડશે. તેનો આત્મા તબાહ થઈ જશે. થોડી દયા રાખો, ભગવાન તમારું ભલું કરશે. 'આ શબ્દોમાં સુપરસ્ટાર શાહરુખ ખાને મુંબઈ એનસીબીના તત્કાલીન ઝોનલ ઓફિસર સમીર વાનખેડે સમક્ષ રીતસરની કાકલૂદી કરી હોવાનું જણાવતી એક કથિત વ્હોટસ ચેટ વાયરલ થઈ છે. સમીર વાનખેડેએ આર્યન ખાનને ડ્રગ કેસમાં ફસાવીને શાહરુખ ખાન પાસેથી પચ્ચીસ કરોડ રુપિયાની ખંડણી પડાવવાનો કારસો ઘડયો હતો તેવા આક્ષેપ સાથે સીબીઆઈએ વાનખેડે સામે ગુનો દાખલ કર્યો છે. હવે આ કેસમાં ધરપકડ ટાળવા માટે વાનખેડે કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. તેમાં પોતે આર્યન સાથે સારો વ્યવહાર કર્યો હતો અને શાહરુખે પણ એ માટે પોતાનો આભાર માન્યો હતો તેવું પુરવાર કરવા માટે વાનખેડેએ પોતાની અરજી સાથે તેની અને શાહરુખ વચ્ચ થયેલી ચેટના રેકોર્ડઝ જોડયા હોવાનું કહેવાય છે. આ ચેટ હવે મીડિયામાં લીક થઈ ગઈ છે. માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાના કરોડો લોકોના દિલોદિમાગ પર રાજ કરનારો તથા કિંગ ખાન અને બોલીવૂડના બાદશાહ એવાં ઉપનામો ધરાવતો શાહરુખ ખાન તેનો યુવાન દીકરો જ્યારે ડ્રગ કેસમાં જેલમાં ગયો ત્યારે એક અધિકારી પાસે કેટલો લાચાર થઈને કાકલૂદીઓ કરવા લાગ્યો હતો તેનો પુરાવો આ ચેટ સાથે સામે આવ્યો છે. શાહરુખે વારંવાર આ ચેટમાં કહ્યું છે કે પોતે એક સ્ટાર નહિ પણ એક બાપ તરીકે જ વાત કરી રહ્યો છે. 

આર્યનની ધરપકડ થઈ તે અરસામાં શાહરુખ અને વાનખેડે વચ્ચે ચેટિંગ થયું હોવાનું કહેવાય છે. વાનખેડેએ આ ચેટ રજૂ કરતાં એમ કહ્યું હોવાનું  કહેવાય છે કે શાહરુખે તેને વારંવાર આ મેસેજ મોકલ્યા હતા. મોડી રાત સુધી પણ શાહરુખ તેની સાથે ચેટ કરતો હતો અને આર્યનનું ધ્યાન રાખવા વિનવણીઓ કરતો હતો.

ચેટના કેટલાક અંશોઃ આર્યન સારો માણસ બનશે તેવું વચન

 હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે આર્યન ખાન  એવો માણસ બને કે જેના માટે મને અને તમને ગર્વ થાય. આ ઘટના તેની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ પુરવાર થશે તેવો હું તમને ભરોસો આપું છું.  દેશને આગળ વધારેતેવા મહેનતુ અને ઈમાનદાર યુવકોની જરુર છે. મેં અનટે તમે પોતપોતાની જવાબદારી નિભાવી દીધી છે .ે હવે નવી પેઢી તેને અનુસરશે.  સપોર્ટ અને દયાળુ સ્વભાવ માટે હું ફરી તમારો આભાર માનું છું. 

મારે તમને પર્સનલી ગળે મળવું છે

 ભગવાન તમારું ભલું કરે, મારે તમને પર્સનલી મળવા આવવું પડશે જેથી હું તમને ગળે મળી શકું.  પ્લીઝ, તમારી અનુકૂળતા હોય ત્યારે કહેજો. હું તમને મળવા આવીશ. મારી મદદ કરવાની કોશીશ કરવા બદલ શુક્રિયા. હું હંમેશાં તમારો આભારી રહીશે.  ઈંશાલ્લાહ, હું એ સાચું વિચારું છે કે તમે તમારી સત્તાવાર ક્ષમતા પ્રમાણે પૂરેપૂરો પ્રયાસ કર્યો હશે. એક બાપ તરીકે હું એમ જ વિચારું છું. પરંતુ, ક્યારેક ક્યારેક આપણા બેસ્ટ પ્રયાસો પણ પર્યાપ્ત નથી હોતા. ધીરજ જરુરી છે. શુક્રિયા, પ્યાર, શાહરુખ ખાન. 

પ્લીઝ મારા દીકરાને ઘરે મોકલી દો

હું તમારી પાસે ભીખ માગું છું કે એને જેલમાં ન રહેવા દો. આ રજાઓ આવશે અને તે એક માણસ તરીકે ભાંગી પડશે. તેનો આત્મા તબાહ થઈ જશે. તમે વચન આપ્યું હતું કે તમે મારાં સંતાનને સુધારશો, તેને એવી જગ્યાએ નહિ મોકલો જ્યાંથી તે પૂરેપૂરો માનસિક રીતે પડી ભાંગીને પાછો આવે.અને આમાં એની કોઈ ભૂલ નથી. એક સારા માણસ થઈને તમે તેની સાથે આવો વ્યવહાર કેમ કરી રહ્યા છો, અને તે પણ પેલા સ્વાર્થી લોકો માટે. હું વચન આપું છું કે હું એ લોકો પાસે પણ જઈશ અને તેમની પાસે ભીખ માગીશ કે હવે એ તમને વધારે કશું ન કહે. હું મારી તાકાતથી જેટલું થઈ શકે તેટલું કરીશ કે જેથી તેઓ મારી વાત સાંભળે અને તેમણે જે પણ તમને કહ્યું છે તે પાછું ખેંચી લે. હું વચન આપું છું કે હું આ બધું કરીશ અને કોઈની પણ પાસે રોકાઈ જવાની ભીખ માગવાથી પાછળ નહિ ખસું.પરંતુ, પ્લીઝ મારા દીકરાને ઘરે મોકલી દો. તમે પણ તમારાં દિલથી જાણો જ છો કે તેની સાથે વધારે પડતું થઈ ગયું છે. પ્લીઝ, પ્લીઝ, એક બાપ તરીકે હું તમારી પાસે ભીખ માગી રહ્યો છું. 

એક બાપની બાપને વિનંતી છે, દયા કરો

હું તેમને કહું છું કે તેઓ તમને ફોન કરે. હું વચન આપું છું કે હું જાતે જ ફોલોઅપ કરીશ. પ્લીઝ, આજે થોડો દયાભાવ દેખાડો. ભગવાન તમારું ભલું કરે. આજે અમારું દિલ ન તોડશો ,યાર. એક બાપની એક બાપને વિનંતી છે. હું પણ મારાં સંતાનોને એટલાં જ ચાહું છું જેટલા તમે ચાહતા હશો.  હું એક નમ્ર અને દયાળુ માણસ છું , સમીર. પ્લીઝ મને મારાંમાં અને સિસ્ટમ પર જે વિશ્વાસ છે તેને ન તોડો. પ્લીઝ તેનાથી અમારો પરિવાર ભાંગી પડશે. તમે મદદનો પ્રયાસ કર્યો તે બદલ આભાર. હું તમારો બહુ આભારી છું. લવ, શાહરુખ ખાન

તમે થોડા નરમ રહો, હું મીડિયામાં પણ નથી ગયો, મારી દીકરી સાથે વાત કરો

પ્લીઝ, તમે તેની સાથે થોડા નરમ રહો અને મારા દીકરાને ઘરે આવવા દો. આનાથી વધુ હું કશું હું તમને કહી શકું તેમ નથી. આ સમગ્ર મામલામાં તમે મારો વર્તાવ જોયો હશે. તમે જે પણ  કર્યું તેની વિરુદ્ધ હું નથી ગયો. તમે જ્યારે કહ્યું કે તમે આર્યનને એક બહેતર ઈન્સાન બનાવવા ઈચ્છો છો ત્યારે મેં એ વાત પર ભરોસો રાખ્યો. તપાસ દરમિયાન મેં કોઈ રીતે મારા દીકરાની મદદ કરી નથી. ન તો હું પ્રેસમાં ગયો  છું , ન તો મેં મીડિયાને કશું કહ્યું છે. કારણ કે મને તમારી સારપ પર ભરોસો છે. શું, તમે મારી દીકરી સાથે વાત કરી શકશો

મારો દીકરો થોડો ભટકી ગયો છે, હું તમારી આગળ આજીજી કરું છું

ભગવાન ખાતર, તમારા લોકોને કહો કે થોડા ધીમા પડે. હું વચન આપું છું કે ભવિષ્યમાં સદા તમારી પડખે રહીશ.તમે જે પણ કાંઈ સારું પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેમાં તમારી મદદ કરીશ. હું તમારી પાસે ભીખ માગું છું કે પ્લીઝ મારા પર અને મારા પરિવાર પર રહેમ કરો. અમે બહુ સાદા માણસો છીએ અને મને ખબર છે કે મારો દીકરો થોડો ભટકી ગયો છે. પરંતુ તે કોઈ રીઢા ગુનેગાર જેમ જેલમાં રહેવાને પાત્ર નથી. તમે પણ આ વાત જાણો છો. થોડું મોટું મન રાખો. હું તમારી આગળ આજીજી કરું છું.

શું હું તમને ફોન કરી શકુ ? 

પ્લીઝ મને એક કોલ કરો, હું એક બાપ તરીકે તમારી સાથે વાત કરીશ. તમે એક જેન્ટલમેનછો. સારા પતિ છો. હું પણ એવો જ છું. કાનૂનની મર્યાદામાં રહીને મારા પરિવારની મદદ કરો. સમીર સાહેબ, શું તમે એક મિનીટ માટે મારી સાથે વાત કરી શકો. હું જાણું છું કે આ ઓફિશિયલી  યોગ્ય નથી. કદાચ આ સાવ ખોટું પણ હોય. પરંતુ, શું હું એક પિતા તરીકે તમારી સાથે વાત કરી શકું? 

 મારા દીકરાને બોધપાઠ મળી ગયો છે 

 તમને પણ લાગતું હશે કે મારા દીકરાને બોધપાઠ મળી ગયો છે. હવે તે એના બહેતર ભવિષ્ય માટે મહેનત કરશે. આટલી મોડી રાતે મેસેજ કરવા માટે માફ કરોજ. પરંતુ, એક બાપ તરીકે હું ઉજાગરા કરી રહ્યો છું એ તમે સમજી શકતા હશે. મને ટેકનિકલ બાબતોમાં ખબર નથી. એક કાયદાકીય અધિકારી તરીકે તમે તમારી પ્રમાણિકતાને ઊની આંચ ન આવે તે રીતે અમારી મદદ કરી શકો તે જોજો. હું સદા તમારો આભારી રહીશે. કોઈ નેગેટિવ ઈમેજ વગર અમારો પરિવાર તેને ઘરે પાછો લાવવા ઈચ્છે છે. ભવિષ્યમાં આ તેની બહુ મદદ કરશે. પિતા તરીકે હું તમને આટલી જ વિનંતી કરી શકું. 

મારા દીકરાને રાજકારણમાં ન ફસાવો

મારો દીકરો આ બધામાં સંડોવાયેલો નથી. તમે પણ જાણો છો કે એની ભૂલ થઈ હોય તો એ બહુ નાની ભૂલ છે. તેને સમજાવવાની જરુર છે. આપણી વચ્ચે વાત થઈ હતી કે તમે એને એક બહેતર માણસ બનાવવા પ્રયાસ કરશો. પરંતુ લીગલ રીતે,પ્લીઝ હું   તમને બધાને હાથ જોડીને કહું છું કે મારા દીકરાને રાજકારણમાં ન ઘસડો. 

જે લોકો નોર્થ રીજિયનમાં બેઠા છે અને જેઓ અહીં મુંબઈમાં છે તેઓ મારા પર આરોપ ન લગાડે. હું તમારી સામે એક પિતા તરીકે આ બધું કહું છે. તમારા હિત માટે મારા દીકરાને ન ફસાવવવામાં આવે. તેના પર ખોટા આરોપો ન મૂકવામાં આવે. મારા દીકરાને  એ બાબતની સજા ન મળે જે તેણે કરી જ નથી. હું તમારી આગળ હાથ જોડું છું. 

મારા દીકરાને જાણીબૂઝને ફસાવવામાં આવી રહ્યો છે. 

તમારી પાસે ભીખ માગું છું. અમારા માટે આ બહુ મોટી વાત છે. મારા દીકરા તથા પરિવારને આમાં જાણીબૂઝીને ફસાવવામાં આવી રહ્યો છે. હું કોઈનાથી પણ વાત કરવાનું ટાળું છું. મારે કોઈને કશું કહેવું નથી. મેં તો બધાને વિનંતી કરી છે કે મારા વતી કોઈ સ્ટેટમેન્ટ ન કરો. હું સોગંદ ખાઈને કહું છું સર, કે મારો દીકરો આમાં સંડોવાયેલો નથી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JumhrdT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages