વૈભવી ઉપાધ્યાય અને નિતેશ પાંડેનું અકાળે અવસાનઃ ટીવી જગતમાં આઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 24 May 2023

વૈભવી ઉપાધ્યાય અને નિતેશ પાંડેનું અકાળે અવસાનઃ ટીવી જગતમાં આઘાત


'અનુપમા'ના કલાકાર નિતેશને ઈગતપુરીમાં હાર્ટ એટેક આવ્યો

'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની જાસ્મીન વૈભવીની કાર કુલુ પાસે ખીણમાં ખાબકીઃ 3 દિવસમાં ટીવી જગતે 3 કલાકાર ગુમાવ્યા 

મુંબઇ : ટીવી ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દિવસમાં ત્રણ કલાકારોના મોતથી સમગ્ર ટીવી જગતમાં માતમ છવાઈ ગયો છે. સોમવારે  જ ૩૨ વર્ષીય ટીવી સ્ટાર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું હતું. તે પછી સોમવારે 'સારાભાઈ વર્સિસ  સારાભાઈ' સિરિયલથી જાણીતી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું હતું. તેના નિધનના સમાચાર ગઈ મોડી રાતે પ્રસર્યા હતા. હજુ આ આઘાતમાંથી કળ વળતે તે પહેલાં બુધવારે પરોઢે 'અનુપમા' સહિત અનેક જાણીતી ટીવી સિરિયલો અને 'ઓમ શાંતિ ઓમ' સહિતની ફિલ્મોના કલાકાર નિતેશ પાંડેનું હાર્ટ એટેકથી મોત થયું હતું. 

૩૨ વર્ષીય વૈભવી ઉપાધ્યાય ટેલિવિઝનની સારાભાઇ વર્સીસ સારાભાઇમાં જસ્મિનની ભૂમિકા ભજવી હતી. મંગળવારે હિમાચલ પ્રદેશમાં તેના ફિયાન્સ સાથે સફરે નીકળી હતી ત્યારે તેનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. કુલ્લુના બંજારમાં થયો હતો. વૈભવી તા..૨૨મીએ ફિયાન્સ સાથે તીર્થન ઘાટીમાં ફરવા માટે જઇ રહી હતી. ત્યારે  ે  કુલ્લુના બંજાર પાસે એક વળાંક દરમિયાન તેની કારે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કાર ૫૦ ફૂટ ઊંડી  ખીણમાં પડી ગઇ હતી. વૈભવીનું ઘટનસ્થળે જ મોત નીપજયું હતું. તેના ફિયાન્સ જય સુરેશ ગાંધીને ઘાયલ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. 

વૈભવીના પાર્થિવ દેહને મુંબઈ લવાયો હતો. બોરીવલી ખાતેના તેના નિવાસસ્થાનેથી આજે સવારે યોજાયેલી અંતિમયાત્રામાં 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ટીવી સિરયલના સર્જકો, કલાકારો તથા ટીવી અને નાટકની દુનિયાના કલાકારો, કસબીઓ જોડાયા હતા.  વૈભવીએ  અનેક ટેલિવિઝન શોમાં કામ કર્યુંહતું, પરંતુ તેને  ' સારાભાઇ વર્સીસ સારાભાઇ' વિશેષ ઓળખ મળી હતી. તેમાં તેનું જાસ્મીનનું પાત્ર બહુ લોકપ્રિય બન્યું હતું. આ ઉપરાંત વૈભવીેએ દીપિકા પદુકોણની 'છપાક' સહિતની ફિલ્મામાં  પણ કામ કર્યુ ંહતું. 

વૈભવી ઉપાધ્યાયના અકાળ અવસાનના સમાચારના થોડા કલાકોમાં જ ૫૧ વર્ષીય નિતેશ પાંડેનું નાશિક પાસે ઈગતપુરીમાં એક હોટલમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાના સમાચાર વહેતા થયા હતા. નિતેશ એક શૂટિંગ માટે ત્યાં ગયો હતો. રાતે બે વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈના પવઈ વિસ્તારમાં રહેતા નિતેશે  પ્રથમ લગ્ન તેણે અભિનેત્રી અશ્વિની કાલેસકર સાથે કર્યા હતા. તેનાથી છુટી પડયા પછી અશ્વિનીએ મુરલી શર્મા સાથે લગ્ન કર્યા છે. આ પછી નિતેશે અર્પિતા શર્મા સાથે લગ્ન કર્યા હતા. 

નિતેશે ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ 'અનુપમા'ના મુખ્ય કલાકારોમાંનો એક હતો.  તેણે  શાહરૃખ ખાનની 'ઓમ શાંતિ ઓમ',  'દબંગ ટ'ુ, 'ખોસલા કા ઘોસલા' સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cxesznK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages