ડમીકાંડમાં સંડોવાયેલા ૧૬ અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસના આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 24 May 2023

ડમીકાંડમાં સંડોવાયેલા ૧૬ અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસના આદેશ

અમદાવાદ,બુધવાર

ગુજરાત સરકારના  શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિર્માણ  વિભાગ,નાણાં વિભાગ અને અન્ય વિભાગોના કુલ ૫૧ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્વ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ૫૧ સરકારી કર્મચારીઓ પૈકી ૧૬ કર્મચારીઓ અને અધિકારીઓ ભાવનગરના ડમીકાંડમાં સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા છે.  એસીબીની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.  રાજ્યમાં કોઇ કૌભાંડમાં સંડોવાયેલા સરકારી  કર્મચારીઓ વિરૂદ્વ એક સાથે તપાસના આદેશ આપવામાં આવ્યાની આ પ્રથમ ઘટના છે.તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા ડમીકાંડ કૌભાંડમાં અનેક ચોંકાવારા ખુલાસા થયા હતા અને લગભગ ૫૦ થી ખાનગી વ્યક્તિ અને સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી. જે બાબતને ગંભીરતાથી લઇને આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓના નામ બહાર આવ્યા હતા. જેમાં  ૧૬ જેટલા સરકારી કર્મચારીઓ વિરૂદ્વ સજ્જડ પુરાવા પણ મળ્યા હતા. જેના આધારે રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને આ તમામ ૧૬ સરકારી કર્મચારીઓ વિરૂદ્વ અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવા સુચના આપવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્વ ભ્રષ્ટ્રાચાર અને અપ્રમાણસર મિલકતો અંગે માહિતી ખાનગી આપવામાં આવતી હોય છે. જેના આધારે એસીબી દ્વારા મળેલી માહિતીના તથ્યો તપાસીને કેસની તપાસ કરવા માટે પરવાનગી માંગવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત એસીબીને  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ઉર્જા અને પેટેકેમીકલ વિભાગ, ગૃહ વિભાગ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદર અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરિવાર અને કલ્યાણ વિભાગ, શિક્ષણ તેમજ નાણાં વિભાગ સહિતના અનેક અધિકારીઓના નામજોગ અરજીઓ મળી હતી. જેમાં તપાસ કરતા ૩૫ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્વ કેટલાંક મહત્વની પુરાવા મળ્યા હતા. જેના આધારે સરકારને રજૂઆત કરવામાં આવતા તમામ ૩૫ અધિકારી અને કર્મચારીઓ વિરૂદ્વ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  આમ, કુલ ૫૧ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્વ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવશે. 

 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FGtnYqJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages