
- મહાપાલિકો કાર્યવાહીની ચિમકી
- વિદ્યાર્થીઓના આધાર લિન્ક કરવામાં મુંબઈ વિભાગ સૌથી પાછળ
મુંબઇ : વિદ્યાર્થીઓનાં આધાર લિન્ક કરવાની કામગીરીમાં વિલંબ માટે શાળાઓના આચાર્યોને જવાબદાર ઠેરવી તેમની સામે કાર્યવાહી કરવાની ચિમકી મહાપાલિકા દ્વારા આપવામાં આવી છે.
શિક્ષકોની સંચમાન્યતા (અપ્રૂવલ) માટે સરળ સિસ્ટમ પરની આધાર લિન્ક થયેલી વિદ્યાર્થી સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ મુંબઈ મહાપાલિકાની હદમાં આવતી સ્કૂલો આધાર લિન્ક કરાવવામાં પાછળ છે. ઘણી સ્કૂલો-જુનિયર કોલેજોમાં ૫૦ ટકાથી ઓછા વિદ્યાર્થીઓના આધાર લિન્ક થયા છે. આથી આ સ્કૂલોના પ્રિન્સિપાલને જવાબદાર ઠેરવી તેમની વિભાગવાર પૂછપરછ કરી પ્રિન્સિપાલ અન ેઇન્ચાર્જ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. પાલિકાએ કાર્યવાહી માટે આધાર લિન્ક ન થયા હોય તેવી સ્કૂલોની યાદી પણ મગાવી છે.રાજ્યના કેટલાંક જિલ્લામાં આધાર લિન્કિંગનું કામ ૯૦ ટકાથી વધુ થઈ ગયું છે, જ્યારે મુંબઈ હજી તળિયે છે. આથી પાલિકાના શિક્ષણ વિભાગે કઠોર પગલાં લઈ પ્રિન્સિપાલ અને ઇન્ચાર્જ શિક્ષકને જવાબદાર ગણી કાર્યવાહીની ચીમકી આપી છે અને ૨૯ મે સુધીમાં આધાર લિન્કિંગનું કામ પૂર્ણ કરવા છેલ્લી મુદત આપી છે.
જે સ્કૂલોના તમામ વિદ્યાર્થીોના આધાર લિન્ક થઈ ગયા છે. તેવી સ્કૂલોને સંઘ માન્યતા આપવાની પ્રક્રિયા શિક્ષણ વિભાગે શરૂ કરી છે. માત્ર મુંબઈ મહાપાલિકાની સ્કૂલો તેમાં પાછળ હોવાથી પાલિકા સ્કૂલોના શિક્ષકની સંખ્યા ઘટવાની સંભાવનાઓ નિર્માણ થઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1gRelaL
No comments:
Post a Comment