અમદાવાદ, રવિવાર
આઇપીએલની ફાઇનલ મેચમાં ટિકીટોનું મોટાપાયે કાળાબજારી કરવામાં આવતા પોલીેસે ક્રિકેટ સ્ટેડિયમ તેમજ સોશિયલ મિડીયા પર ટિકીટોને અનેકગણી કિંમતે વેચતા તત્વોને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. જેમાં ચાંદખેડા પોલીસે બે યુવકોની ધરપકડ કરીને ફાઇનલની ૧૪ જેટલી ટિકીટો જપ્ત કરી હતી. પુછપરછમાં તેમણે અનેક ટિકીટો બ્લેકમાં વેચી હોવાની કબુલાત પણ કરી હતી.ચાંદખેડા પોલીસનો સ્ટાફ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શનિવારે બંંદોબસ્તમાં હતો ત્યારે બાતમી મળી હતી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે એક યુવક રૂપિયા ૨૫૦૦ની કિંમતની ટિકીટ કાળાબજારી કરીને વંચી રહ્યો છે. જેના આધારે પોલીસે સચીન ગારંગે (રહે.ડી કોલોની, કુબેરનગર)ને ઝડપીને તેની પાસેથી ફાઇનલ મેચની આઠ ટિકીટ જપ્ત કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ૨૫૦૦ની ટિકીટ સાડા સાત હજાર સુધીની કિંમતે વેચાણ કરી હતી. આ ઉપરાંત, પોલીસે ટ્રેપ ગોઠવીને ચાંદખેડા ફોર ડી મોલ પાસેથી અમન શાહ (રહે. સુમેરૂ બંગ્લોઝ, વસ્ત્રાપુર)ને આઇપીએલ ફાઇનલની સાત ટિકીટો સાથે ઝડપી લીધો હતો. તે સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકીને ટિકીટોનું વેચાણ કરતો હતો. આ ઉપરાતં, સાયબર સેલ દ્વારા ફેસબુકમાં ટિકીટનું વેચાણ કરતા તત્વોની વિગતો મેળવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oxaIdwP
No comments:
Post a Comment