કન્ટ્રક્શન કંપનીઓના માથાભારે લોકો ટેન્ડરની કોપી લઇ ફરાર નાસી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 May 2023

કન્ટ્રક્શન કંપનીઓના માથાભારે લોકો ટેન્ડરની કોપી લઇ ફરાર નાસી ગયા

અમદાવાદ, ગુરૂવાર

મેમ્કો રાજીવગાંધી ભવન ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોેરેશનની કચેરી ખાતે હાલ ટેન્ડરના ભાવ વધઘટ થવા મામલે કોન્ટ્રાક્ટરની હડતાલ ચાલે છે. જેથી વિવિધ કામોના ટેન્ડરની કામગીરી અટકાવી દેવામાં આવી છે. ત્યારે કેટલીક કન્સ્ટ્રક્શન કંપનીઓના માણસો દ્વારા દાદાગીરી કરીને ભરવામાં આવેલા ટેન્ડરની કોપીને દાદાગીરી કરીને આંચકી લેવામાં આવી હોવાની તેમજ  ટેન્ડર ભરવા આવેલા અન્ય એક કંપનીના માણસને માર મારી ધમકી આપીને ના ટેન્ડર પરત ખેંચાવી  લીધાની બે ફરિયાદ શહેરકોટડા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. નવા નરોડા કઠવાડા રોડ ખાતે રહેતા  મનુભાઇ નિનામા  મેમ્કો રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી મ્યુનિસિપલ ઓફિસમાં  ઓફીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે . સાથે સાથે તેમની પાસે હાલ આસીટન્ટ મેનેજરનો વધારાનો હવાલો પણ છે.હાલ મેમ્કો ખાતેની ઓફિસમાં ટેન્ડરના ભાવ વધઘટ થતા હોવાને કારણે  કોન્ટ્રાક્ટરોની હડતાલ ચાલે છે. જેમાં કોઇપણ કોન્ટ્રાક્ટર એસોશીએશન દ્વારા કોઇપણ ટેન્ડર સબમીટ કરવા દેવામાં આવતું નથી. બુધવારે મનુભાઇ તેમની ઓફિસમાં હાજર હતા ત્યારે ત્યાં હાજર કેટલાંક કોન્ટ્રાક્ટરો પૈકી અમૃત કન્ટ્રક્શન કંપનીનો પિન્ટુ નામનો માણસ, પરિહાર બિલ્ડરનો રવિન્દ્ર નામનો માણસ, રાજશ્રી કન્સ્ટ્ર્કશન કંપનીનો કીરીટ મોદી,પરમલસિંહ રાજપુતનો માણસ  સતીશ તેમજ અન્ય એક વ્યક્તિ ઓફિસના પહેલા માળે મુકવામાં આવેલા ટેન્ડર બોક્ષને ખોલીને તેમાં મુકવામાં આવેલા ટેન્ડરની કોપીઓને લેવા માટે આવ્યા હતા. આ સમયે ત્યાં હાજર સ્ટાફ તેમજ સુરક્ષા કર્મીઓ સાથે પણ તેમણે દાદાગીરી કરી હતી. બાદમાં તમામ ટેન્ડરની કોપી લઇને નાસી ગયા હતા. રાજીવ ગાંધી ભવનમાં બનેલી અન્ય ઘટનામાં રોલર સેન્ટર કંપની માટે  કામ કરતા રાહુલ જોષી રાજીવ ગાંધી ભવન ખાતે રોડ બનાવવાની કામગીરીનું ટેન્ડર ભરવા માટે ગયા હતા. ત્યારે ત્યાં હાજર અન્ય કંપનીઓના માણસોએ રાહુલને રોકીને કહ્યું હતું કે તારે ટેન્ડર સબમીટ નથી કરવાનું  અને બાદમાં તેને ત્યાંથી બહાર મોકલી દીધો હતો. જો કે બુધવારે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ હોવાથી તેણે ફરીથી ત્યાં જઇને ટેન્ડર સબમીટ કર્યું હતું. આ સમયે તેને ફરીથી રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ટેન્ડર પરત ખેંચાવી લીધું હતું. આ બંને બનાવ અંગે શહેર કોટડા પોલીસે અલગ અલગ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે  સ્થળ પરથી સીસીટીવી ફુટેજ અને સાક્ષીઓના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VPUcGAr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages