
મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ નોંધાયેલો ગુનો રદ
આ ગણિતનાં કૌશલ્યની રમત છે, તકની નહિ, અરજદાર સામે કેસ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનું ગણાવ્યું
મુંબઈ : ઓનલાઈન વિનગેમ રમતમાં ગણિતનું કૌશલ્ય સમાવિષ્ટ છે, તકનો નહીં એવું નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટે ઓનલાઈન વિનગેમ વિકસીત કરનારા સહિત બે જણને રાહત આપી છે. મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ નોંધાયેલા ગુનાને રદ કર્યો છે.
એફઆઈઆરની વગતને ધ્યાનમાં લેતાં અરજદાર પર ગુનો દાખલ કરી શકાય નહીં, પણ તેમ છતાં અરજદારે કેસનો સામનો કરવો પડયો તો તે કાયદેસર પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે, એવુંનિરીક્ષણ કોર્ટે કરીને અરજજદારનીઅરજી માન્ય કરી હતી.
કોરેગાંવ પોલીસે દાખલ કરેલો ગુનો રદ કરવાની માગણી સાથે ઓનલાઈન વિનગેમ વિકસિત કરનારા અક્ષય મટકર (૨૬) અને સતીશ બોતલજી (૪૫)એ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
પોલીસે રેડ પાડીનેબંને સામે કાર્યવાહી કરી હતી. જુગાર રમતી વ્યક્તિને વોરન્ટ સિવાય અટક કરવાની જોગવાઈ હેઠળ પોલીસે બોતલજીની અટક કરી હતી. કોમ્પ્યુટરની સ્ક્રિન પર દેખાતા નંબરને આધારે ગેરકાયદે જુગાર રમાતો હોવાનો આરોપ એફઆઈઆરમાં કરાયો હતો.
રમતમાં સામેલ થનારા સ્પર્ધકોને એકથી વધુ પ્રશ્નોનોનો જવાબ આપવો જરૃરી છે. પ્રશ્નોના જવાબ સંખ્યા આધારિત હોય છે. દરેક આકડાનું મૂલ્ય હોય છે અને દરેક પ્રશ્નમાં તે બદલાય છે. સ્પર્ધકને આંકડાની યોગ્ય ગણતરી કર્યા પછી જવાબનો વિક્લ્પ પસંદ કરવાનો હોય છે. વિવિધ સવાલોના એકત્રિત જવાબ આપ્યા બાદ ગુણ ઉમેરવામાં આવ્યા બાદ વિજેતા જાહેર કરવામાં આવે છે. દરેક મૂળક્વિઝમાં બે પ્રશ્ન હોય છે અને તે ૩૦ સેકન્ડમાં ઉકેલવાના હોય છે.
કોર્ટે આ બાબત ધ્યાનમાં લીધી હતી. રમતના નિયમાનુસાર સહભાગી થયેલાએ વિવિધ ક્વિઝ ઉકેલવી આવશ્યક છે . રમત સંબંધે પુસ્તકમાં અપાયેલા દાખલા તેમ જ વિવિધ ક્વિઝના જવાબને આધારે તૈયાર કરવામાં આવેલા નમૂના ઉત્તર પત્રિકા દ્વારા માર્ક ગણવામાં આવે છે. આ બધાનો વિચાર કરવામાં અવાતાં આ ઓનલાઈન રમત તકની નહીં પણ ગણિત કૌશલ્યની રમત છે, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું. આ રકમમાં નિશ્ચિત પણે કૌશલ્ય જરૃરી છે, એમ પણ કોર્ટે અરજદારને રાહત આપતાં ચુકાદામાં ટાંક્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J2psxPk
No comments:
Post a Comment