વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 9 May 2023

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર

વડોદરા,વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પંચાવન વર્ષના આધેડે કપાસમાં નાંખવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેમની હાલત  નાજુક  હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ,ગોત્રી લક્ષ્મી નગરમાં રહેતા પંચાવન વર્ષના  ચેતનભાઇને પૈસાની જરૃરિયાત ઉભી થતા તેમણે વર્ષ - ૨૦૧૮માં ૩.૯૦ લાખ રૃપિયા વ્યાજે લીધા  હતા.તેની  સામે ૧૦ ટકા લેખે વ્યાજ સહિત કુલ ૯ લાખ ચૂકવી દીધા હતા.તેમ છતાંય વ્યાજખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા તેમણે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી  હતી.પરંતુ,પોલીસ દ્વારા વ્યાજખોરો સાથે મળીને  પોતાના પર જ દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ ચેતનભાઇએ અંતિમ ચિઠ્ઠીમાં  કર્યો છે.તેમણે ચિઠ્ઠીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે,મારે મરવા માટે મજબૂર કરનાર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ તથા વિઠ્ઠલ ભરવાડ દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પૈસા ખવડાવી પોલીસ દ્વારા વારંવાર ફોન કરાવીને દબાણ કરાવવામાં આવતું હતું.તમારે અરજીનો જવાબ આપવા આવવાનું છે.મેં તા.૨૬-૦૪-૨૦૨૩ ના રોજ ગોત્રીમાં સાજન વિરૃદ્ધમાં અરજી આપી છે.પૈસા લઇને મરવા માટે મજબૂર કરે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w6BHiKQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages