અમદાવાદ,રવિવાર
પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ઇસનપુરમાં શ્રમજીવી પરિવારે પોતાની માસૂમ દિકરીને ફૂટપાથ ઉપર સૂવાડી હતી આ સમયે રિવર્સ લેતી વખતે કારના ડ્રાઇવરે બાળકીને માથામાં ટક્કકર મારી હતી. સારવાર દરમિયાન એક વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
રિવર્સ વખતે એક વર્ષની બાળકીના માથાના ભાગે ટક્કર મારી ભાગી રહેલા ડ્રાઇવરને મહિલાએ પકડયો તો હોસ્પિટલમાં ઉતારી નાસી ગયો
આ બનાવની વિગત એવી છે કે ઇસનપુરમા ભાડાના મકાનમાં રહેતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે ફરિયાદી અને તેમની પત્ની તેમની એક વર્ષની દિકરીને લઇને મજૂરી કામે ગયા હતા જ્યાં ઇસનપુરમાં જશપાર્ક સોસાયટી પાસે ફૂટપાથ ઉપર પોતાની દિકરીને સૂવાડી હતી.
જ્યાં પૂર ઝડપે કાર રિવર્સ લેતા કારના ચાલકે માસૂમ દિકરીના માથામાં ભાગે ટક્કર મારી અને કાર લઇને આરોપી નાસી રહ્યો હતો આબનાવની જાણ થતાં બાળકીને માતાએ કારના ચાલકે પકડી પાડયો હતો જેથી તે પોતાની કારમાં બાળકીને બેસાડીને નજીકમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું જો કે કાર મૂકીને આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કારના નંબર આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YHdfeVi
No comments:
Post a Comment